બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / ukraine crisis uk freeze properties russian banks

વધુ એક આફત / રશિયાને ચારે બાજુથી ઘેરવાનો પ્લાન : વધુ બે દેશોએ ઠોકી દીધા પ્રતિબંધો, આવું જ રહ્યું તો થઈ જશે કંગાળ

Dhruv

Last Updated: 12:25 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન (Russia Ukraine War) પર હુમલો કરાયો છે ત્યારથી રશિયા પરના પ્રતિબંધોની પ્રક્રિયા સતત વધી રહી છે. અમેરિકા બાદ હવે કેનેડાએ પણ મોટું પગલું ભર્યું છે અને રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી બાજુ બ્રિટને પણ તમામ રશિયન બેંકોની સંપત્તિ ફ્રીઝ કરવાની જાહેરાત કરી છે.

  • રશિયા પર એક બાદ એક દેશો મૂકી રહ્યાં છે પ્રતિબંધ
  • કેનેડાએ રશિયા પાસેથી તેલની આયાત પર  મૂક્યો પ્રતિબંધ
  • બ્રિટને પણ તમામ રશિયન બેંકોની સંપત્તિ ફ્રીઝ કરવાની કરી જાહેરાત

માત્ર એટલું જ નહીં રશિયા દ્વારા ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રાખ્યા બાદ અમેરિકાએ પણ પોતાના ન્યુક્લિયર ફોર્સને એલર્ટ કરી દીધું છે. તો યુક્રેનની સરકારે પણ રશિયા પર નરસંહાર કરવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે, 'તેઓ યુક્રેનની સ્થિતિની તપાસ કરશે.'

કેનેડાએ રશિયા પાસેથી તેલની આયાત પર મૂક્યો પ્રતિબંધ

રશિયાને આર્થિક નુકસાન પહોંચાડવાની દિશામાં કેનેડાએ મોટું પગલું ભર્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર એટલું જ નહીં, કેનેડાએ યુક્રેનને સૈન્ય મદદની પણ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, કેનેડાનો આ નિર્ણય રશિયાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

તુર્કી પણ આવ્યું એક્શનમાં

અત્યાર સુધી આ મામલામાં તટસ્થ ભૂમિકા ભજવી રહેલું તુર્કી પણ હવે એક્શનમાં આવી ગયું છે. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમનો દેશ એક આંતરરાષ્ટ્રીય સંમેલનનો અમલ કરશે કે જે તુર્કીને કાળા સમુદ્રમાં પ્રવેશવા માટે જલડમરૂમધ્યને બંધ કરવાની મંજૂરી આપે છે. બે યુદ્ધ કરી રહેલા દેશોના યુદ્ધ જહાજોને કાળા સમુદ્રમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. નોંધનીય છે કે, તુર્કીએ થોડાં દિવસો પહેલાં એક રશિયન યુદ્ધ જહાજને કાળા સમુદ્રમાં જતા અટકાવ્યું હતું.

ફિનલેન્ડ પણ યુક્રેનને આપશે હથિયાર

અત્યાર સુધી આ યુદ્ધમાં એકલા પડી ગયેલા યુક્રેનને સૈન્ય મદદ આપવા માટે ઘણાં દેશો આગળ આવી રહ્યાં છે. ત્યારે હવે બ્રિટન અને કેનેડા બાદ ફિનલેન્ડએ પણ રશિયાને સૈન્ય મદદ આપવાનો નિર્ણય કર્યો છે. ફિનલેન્ડના વડાપ્રધાને યુક્રેનને શસ્ત્ર સપ્લાય કરવાના નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. ફિનિશ સંસદમાં NATO સભ્યપદ સંબંધિત અરજી સાથે સંબંધિત મામલાને કેવી રીતે હેન્ડલ કરવો તે અંગે ચર્ચાઓ થઈ રહી છે.

38 દેશો માટે રશિયાએ બંધ કરી પોતાની એરસ્પેસ

રશિયાના હુમલા બાદ અનેક દેશોએ રશિયન એરક્રાફ્ટ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ રશિયાએ જવાબી કાર્યવાહી કરીને 36 દેશો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. રશિયાએ જે દેશો માટે એરસ્પેસ બંધ કરી છે તેમાં ફિનલેન્ડ, હંગેરી, ડેનમાર્ક, ગ્રીસ, આયર્લેન્ડ, ઇટાલી, અલ્બેનિયા, બ્રિટન, ફ્રાન્સ, એસ્ટોનિયા સહિત અનેક દેશો સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ