બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / uddhav thackeray says still believe that shiv sena wasted 25 years in alliance with bjp
Last Updated: 10:05 AM, 24 January 2022
ADVERTISEMENT
શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધનમાં 25 વર્ષ બબાદ કર્યા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું માનવું છે કે શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધનમાં 25 વર્ષ બબાદ કર્યા. પાર્ટીના સંસ્થાપક અને પોતાના પિતા બાળ ઠાકરેની 96મી જયંતી પર શિવસૈનિકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું કે ભાજપનું હિંદુત્વ સત્તા માટે છે.
ADVERTISEMENT

ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં. મારુ માનવું છે કે ભાજપના અવસરવાદી હિંદુત્વ સત્તા માટે છે. હકિકતમાં 2019માં મહારાષ્ટ્ર ચૂંટણીઓ બાદ શિવસેના ભાજપથી અલગ થઈ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ.
ચલો બે રાજનીતિક દળોના રુપમાં લડીએ- ઠાકરે
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, અમિત શાહે પુના આવી ને પડકાર આપ્યો હતો કે હિમ્મત છે તો એકલા લડો. અમે એકલા લડવા માટે તૈયાર છીએ. પણ મારી શરત છે કે તમારી સરકારના રુપમાં પોતાની શક્તિનું પ્રયોગ ન કરો. અમે પણ શક્તિનો પ્રયોગ નહીં કરીએ. ચલો બે રાજનીતિક દળોના રુપમાં લડીએ. ત્યારે અમે જોઈશું કે કોણ વધારે શક્તિશાળી છે. ઈડી ઈનકમ ટૈક્સનો ઉપયોગ કરવો અને પછી લડાઈ ઝઘડો કરવું યોગ્ય નથી.

ADVERTISEMENT
યુઝ એન્ડ થ્રો પોલિસી ભાજપનો સિદ્ધાંત
ઠાકરેએ કહ્યું કે ભાજપનો સિદ્ધાંત યુઝ એન્ડ થ્રો પોલિસી છે. યાદ કરો તે દિવસ જ્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી દેતા હતા. તે સમયે અમારી જરુર પડી હતી. અમારી સાથે અકાળી દળ અને મમતાની સાથે ગઠબંધન કર્યુ અને કેન્દ્રમાં અટલ બિહારીએ સરકાર બનાવી હતી. અમે તેમને દિલથી સમર્થન કર્યુ હતુ. પરંતુ હવે તે નવ હિંદુત્વવાદી હિંદુત્વનો ઉપયોગ ફક્ત ફાયદા માટે કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.