બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / two people died in upleta accident between car and bike news

ગંભીર અકસ્માત / ઉપલેટા નજીક કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં 2નાં કમાકમાટીભર્યા મોત, એક ઇજાગ્રસ્ત

Dhruv

Last Updated: 02:14 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક એક કારચાલકે બાઇકચાલકને ટક્કર મારતા 2 યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે.

  • ઉપલેટામાં કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા
  • 2 યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત
  • અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટામાં એક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં મોત નિપજ્યાં છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે.

પાછળથી બાઇકને ટક્કર મારતા બે યુવકોના મોત

વધુ વિગતવાર તમને જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા વાડાસડા ગામની ચોકડી નજીક વેરાવળ પાસિંગ GJ/32/B/2071 નંબરની i20 ના કારચાલકે GJ/10/BA/1939 નંબરની સ્પ્લેન્ડર બાઇકને ટક્કર મારી હતી. જેની પર ત્રણ યુવકો સવાર હતા તેને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.

આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી એક યુવક સામત ઉર્ફે ભોલો ધનજીભાઈ ચૌહાણ કે જેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે બીજા મહેશ ઉર્ફે મનોજ ધનજીભાઈ ચૌહાણ નામના યુવકનું ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બંને મૃતક યુવકો સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું અને આ બંને મૃતક યુવકો જામજોધપુર તાલુકાના નાની ગોપ ગામના રહેવાસી હતા. જ્યારે અકસ્માતમાં નગીન લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ઢાકેચા નામનો યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બંને મૃતક યુવકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા

જો કે, આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત હોસ્પિટલ ખાતે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને મૃતક યુવકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા અને આ મામલે હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ અકસ્માતમાં એક યુવકનું મોત

બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. જેમાં ધાખા પાટિયા પાસે બાઈકને ટક્કર મારી એક અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતના સમાચાર મળતા ધાનેરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ