બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Two more players of Pakistan may be banned, the veterans caught in the fixing issue before the World Cup

ક્રિકેટ / પાકિસ્તાનનાં બીજા બે ખેલાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ, વર્લ્ડકપ અગાઉ ફિકસીંગ મામલે ફસાયા દિગ્ગજો

Megha

Last Updated: 05:20 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાબા હાથના સ્પિનર આસિફ અફરીદી સાથે બીજા બે ખેલાડીઓ મેચ ફિકસીંગ મામલામાં ફસાતા જોવા મળી રહ્યા છે.

  • પાકિસ્તાન અને ક્રિકેટ ફિકસીંગનો સંબંધ ઘણો જૂનો
  • આસિફ અફરીદી કેસમાં વધુ 2 ક્રિકેટર ફસાયા 
  • પાકિસ્તાની સ્પિનર આસિફ અફરીદી પર બેન લગાવવામાં આવ્યો હતો

પાકિસ્તાન અને ક્રિકેટ ફિકસીંગનો સંબંધ ઘણો જૂનો છે. ઘણી વખત પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ફિકસીંગના મામલામાં ફસાયા છે. હવે ફરી એક વખત પાકિસ્તાનના થોડા ક્રિકેટરો મેચ ફિકસીંગ આ કિસ્સામાં ફસાતા દેખાય રહ્યા છે. 13 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સ્પિનર આસિફ અફરીદી પર બેન લગાવવામાં આવ્યો હતો. 

આ કિસ્સામાં મોટો અપડેટ એ છે કે ડાબા હાથના સ્પિનર આસિફ અફરીદી સાથે બીજા બે ખેલાડીઓ મેચ ફિકસીંગ મામલામાં ફસાતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટ પાકિસ્તાનના સમાચાર મુજબ આસિફ અફરીદી કેસમાં વધુ 2 ક્રિકેટર ફસાયા છે અને હાલ તેમની સામે તપાસ ચાલી રહી છે.  

જો એ રિપોર્ટ સાચી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે તો પાકિસ્તાનના વધુ બે ખેલાડીને બેન કરવામાં આવી શકે છે. જો કે જણાવી દઈએ કે આસિફ અફરીદીએ પીસીબી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામેના એન્ટી કરપ્શન યુનિટની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. એ પછી ઓથોરિટીનું માનવું છે કે એકલો આસિફ અફરીદી આ કેસમાં સામેલ નથી પણ બીજા ખેલાડીઓ પણ સામેલ હોય શકે છે.  

35 વર્ષીય અનુભવી સ્પિનર આસિફ અફરીદી પર ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 4.7.1 હેઠળ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો  હતો આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે વધુ બે ક્રિકેટર આ કિસ્સામાં ફસાઈ શકે છે જો કે આ બે ખેલાડીઓ કોણ છે, તેમના નામ હજુ બહાર આવ્યા નથી. જો આ બંને ખેલાડીઓ દોષી સાબિત થશે તો બોર્ડ તેમની સામે કડક કાર્યવાહી કરશે. 

આસિફ અફરીદીએ તાજેતરમાં કાશ્મીર પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો.  આ ખેલાડીનો રાવલકોટ હોક્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.  PCB એ મામલાની તપાસ કરવા માટે તેના એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓને મુઝફ્ફરાબાદ મોકલવામાં આવી છે. 

આસિફ અફરીદીએ 35 ફર્સ્ટ ક્લાસ મેચમાં 118 વિકેટ લીધી છે. આ સહિત લિસ્ટ Aમાં તેના નામે 59 વિકેટ દર્જ છે, આ સહિત ટી20માં અફરીદીએ 65 ટી20 મેચમાં 63 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ