બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Two incidents of mobile snatching took place in Chandkheda and Amraiwadi

ક્રાઇમ / જાહેરમાં ફોન પર વાત કરવાની આદત હોય તો ચેતી જજો! અમદાવાદમાં મોબાઇલ ચોરતી ટોળકીએ મચાવ્યો આતંક

Dinesh

Last Updated: 10:48 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડા અને અમરાઈવાડીમાં મોબાઇલ સ્નેચિંગની બે બની ઘટનાઓ બની છે, ચાંદખેડા અને એસજી હાઈવે પર મોબાઈલ ફોન પણ ચોરાયા છે

  • ચાંદખેડા અને અમરાઈવાડીમાં મોબાઇલ સ્નેચિંગની બે ઘટનાઓ બની
  • ચાંદખેડા અને એસજી હાઈવે પર મોબાઈલ ફોન ચોરાયા
  • મોબાઈલ ફોન ચોરતી ટોળકીના આતંકથી શહેરીજનોમાં ફફડાટ


જાહેરમાં મોબાઇલ ફોન પર વાત કરો છો તો દસ વખત વિચાર કરજો કારણ કે ધૂમ સ્ટાઇલથી બાઇક લઇને ગઠિયા આવશે અને ગણતરીની સેકન્ડમાં મોબાઇલ સ્નેચિંગ કરીને નાસી જશે ત્યારે ભીડભાડવાળી જગ્યા ઉપર પણ ખિસ્સામાં મોબાઇલ ફોન મૂક્યો હોય તો પણ સાચવવાની જરૂર છે કેમ કે ચોર ટોળકી ભીડનો લાભ લઇને મોબાઇલની ચોરી કરીને નાસી જશે. શહેરમાં મોબાઇલ ચોરતી ગેંગનો આતંક દિવસને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. જેની સંખ્યાબંધ ફરિયાદ શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 

પ્રતિકાત્મક તસવીર

મોબાઇલસ્નેચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
શહેરના ચાંદખેડા અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલસ્નેચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એન્જિનિયરિંગ કોલેજમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડામાં આવેલા શુકન આર્કેડમાં રહેતા દેવેન્દ્ર પ્રકાશ થોડા દિવસ પહેલાં જમીને નાઇટ વોક માટે નીકળ્યા હતા. દરમિયાનમાં બાઇક પર બે શખ્સ આવ્યા હતા અને તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને લઇ ગયા હતા. અમરાઇવાડી વિસ્તારમાં રહેતો અને જીઆઇડીસીમાં નોકરી કરતો સુરેશ ઠાકોર નામનો યુવક પણ થોડા દિવસ પહેલાં ઇવનિંગ વોક માટે નીકળ્યો હતો ત્યારે તે પોતાના મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે બાઇક પર બે શખ્સ આવ્યા હતા અને સુરેશના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયા હતા. બંને મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય
મોબાઇલ સ્નેચિંગ તો ઘણી બધી જગ્યા પર થાય છે પરંતુ ભીડનો લાભ લઇને પણ મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. લોકોને ખબર પણ હોતી નથી તેવી રીતે ગઠિયા મોબાઇલ ચોરી કરી લેતા હોય છે. શહેરના ચાંદખેડા, આનંદનગરમાં મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઇ છે. સાબરમતી વિસ્તારમાં રહેતા ગણેશલાલ પટેલના પિતા લુંબારામજી થોડા દિવસ પહેલાં ચાંદખેડાથી લક્ઝરી બસમાં બેસીને આબુ રોડ જવા માટે નીકળ્યા હતા. લુંબારામજી બસમાં ચઢતા હતા ત્યારે ગઠિયાએ તેમના ખિસ્સામાં હાથ નાખીને મોબાઇલ ફોન ચોરી લીધો હતો. આ સિવાય ઘુમા વિસ્તારમાં રહેતા મોહિત ભલાણીએ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ કરી છે. સોલર પેનલ લગાવવાનું કામ કરતા મોહિત ભલાણી એક્ટિવા લઇને સરખેજ કામ માટે જતા હતા ત્યારે પકવાન સર્કલ પર એક્ટિવા ઊભું રાખ્યું હતું. દરમિયાનમાં અજાણ્યા શખ્સે મોબાઇલ ફોન ખેંચી લીધો હતો. તમામ ઘટનાઓ અલગ અલગ સમય પર બની છે. જેમાં પોલીસે ગઇ કાલે ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

ગુનેગારો ચોરીના મોબાઈલ ફોનનો ઉપયોગ વધુ કરે છે
ગુનેગારો ગુનો આચરવા માટે ચોરીના મોબાઇલ ફોનનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા હોવાનું અનેક કિસ્સાઓમાં સામે આવી રહ્યું છે. હત્યા, લૂંટ, ધાડ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિમાં ગુનોગારો ચોરીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો પણ મોબાઇલ ફોન ચોરાયો છે તે પોલીસ ફરિયાદ કરે નહીં તો કદાચ તેમને પણ કાનૂની કાર્યવાહીમાં ફસાવું પડે છે. 

મોબાઈલ ફોન અંતરિયાળ ગામડાંમાં વેચી દેવાય છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર અલગ અલગ સમયે મોબાઇલ ફોનની ચોરી કરતા હોય છે. ચોર પાસે ચોરીના મોબાઇલનો સ્ટોક થઇ જાય ત્યારે તે ગુજરાતના અંતરિયાળ ગામડાં કે પછી નેપાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હોય છે. પોલીસ અનેક વખત મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ ઝડપી પાડે છે અને સંખ્યાબંધ ફોન જપ્ત કરે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ