બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ફ્રેન્ડશીપ ડેની પૂર્વ સંધ્યાએ બે મિત્રોએ તાપીમાં પડતું મૂક્યું, એકનું મોત, બીજો હોસ્પિટલાઇઝ
Last Updated: 03:40 PM, 4 August 2025
ફેડશિપ ડેની પૂર્વ સંધ્યાએ પ્રકાશમાં આવેલ આપઘાતનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવનો વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ રૂદ્ર રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને ઓનલાઈન એમાં ડિલિવર બોયનું કામ કરી માતા-પિતા અને બે બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, પરંતુ છેલ્લા ઘણા સયમથી કામધંધો યોગ્ય ચાલતો ન હતો. કૌસ્તુભના પિતા વતનમાં બ્રેડ વેચવાનું કામ કરે છે. કૌસ્તુભ અને ડિંડોલીમાં શિવહીરાનગરમાં રહેતા સમીર રાજુ મંહતો (ઉ.વ. 18) વચ્ચે વર્ષોથી મિત્રતા હતી.
ADVERTISEMENT

કૌસ્તુભને છેલ્લા ઘણા સમયથી કામ-ધંધો યોગ્ય નહીં ચાલતા તણાવમાં રહેતો હતો. ઉપરાંત સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો. જેથી ફરી પરીક્ષા આપવાનો હતો, જેને લઈ તણાવમાં રહેતો હતો. બંને મિત્ર તણાવ અંગેની વાતચીત પગલે એકબીજા સાથે કરતા હતા. ગતરોજ શુક્રવારે કૌસ્તુભ અને સમીરે મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત બંને ગતરોજ સાંજે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચી બંનેએ પહેલા ઝેરી દવા પી લીધી અને બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ પાણીની જગ્યાએ બંને જમીનના ભાગ પર પટકાયા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી હતી.
ADVERTISEMENT

દરમિયાન આજે સવારે કૌસ્તુભનું મોત નિપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે શહેરભરમાં મિત્રો ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ડિંડોલીમાં રહેતા બે મિત્ર આ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી નહીં શકે, કારણ કે, આ મિત્રોએ વિવિધ કારણોસર કંટાળી જઈ મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બંને મિત્રના આ નિર્ણય વિધાતાને મંજૂર નહોતા. ઝેરી દવા પી લીધી અને નદીમાં ઝંપલાવ્યા બાદ બચી ગયા પણ આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ એ મિત્રોની જોડી તૂટી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આખરે સાંઢણીની તપાસ કરાતા ભૂઈનું 'ધતિંગ' ખુલ્લું પડ્યું, કહ્યું 'હવેથી આવા ચમત્કાર નહીં કરું'
સમીરના પિતા રાજુભાઈનું વર્ષ 2019માં આકસ્મિક મોત થયું હતું, ત્યારબાદ માતા અને એક બહેન સહિતના પરિવારની સ્થિતિ ગંભીર બની હતી. સમીર ધો.10ની પરીક્ષામાં નાપાસ થતા આગામી વર્ષમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. નેજે લઈને તણાવમાં હતો અને મિત્ર સાથે મોત વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હાલ સમીરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.