બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / triple lockdown imposed in kerala 4 district

ત્રિપલ લોકડાઉન / આ રાજ્યના જિલ્લાઓમાં લાગ્યા ત્રણ લોકડાઉન, જાણો શું હોય છે ત્રિપલ લોકડાઉન

Arohi

Last Updated: 01:03 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો.

  • કેરળના 4 જિલ્લાઓમાં લગાવવામાં આવ્યું ત્રિપલ લોકડાઉન 
  • પાછલાં 24 કલાકોમાં કેરળમાં કોરોનાના 34,694 નવા કેસ સામે આવ્યા
  • સંક્રમિતોની સંખ્યા 20,55,528 સુધી પહોંચી
  • કેરળના તિરૂવનંતપુરમ, ત્રિશૂર, અર્નાકુલમ અને મલપ્પુરમમાં લાગ્યું ત્રિપલ લોકડાઉન

કેરળના 4 જિલ્લામાં પિનારાઈ વિજયન સરકારે ટ્રિપલ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. તિરૂવનંતપુરમ, ત્રિશુર, એર્નાકુલમ અને મલપ્પુરમમાં કોરોનાના વઘતા કેસ પર નિયંત્રણ લાવવા માટે સરકારે આ પગલું ભર્યુ છે. તેની સાથે જ સરકારે હાલના લોકડાઉનને 23 મે સુધી વધારી દીધુ છે. પહેલા અહીં 16 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પાછલાં 24 કલાકોમાં કેરળમાં કોરોનાના 34,694 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20,55,528 સુધી પહોંચી ગઈ છે. ત્યાં જ 93 લોકોના મોતથી કુલ મોતનો આંકડો 6,243 પર પહોંચી ગયો છે. 

કેરળના આ જિલ્લાઓમાં સૌથી વધુ કેસ 

કેરળના તિરૂવનંતપુરમ, ત્રિશૂર, અર્નાકુલમ અને મલપ્પુરમમાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા છે. 15 મેના દિવસે તિરૂવનંતપુરમમાં કોરોનાના સૌથી વધુ 4,567 નવા કેસ આવ્યા છે. ત્યાં જ ત્યાર બાદ મલપ્પુરમમાં 3,997, અર્નાકુલમમાં 3,855 અને ત્રિશુરમાં 3,162 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. અહીંનો પોઝિટીવિટી રેટ 26.41 ટકા છે. 

શું છે ટ્રિપલ લોકડાઉન?  સામાન્ય લોકડાઉનથી આ કઈ રીતે અલગ છે? 

ટ્રિપલ લોકડાઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરોમાંથી બહાર નિકળવા માટે ના પાડવામાં આવે છે અને તેની કડક દેખરેખ રાખવામાં આવે છે. પોલિસકર્મી મોટરસાયકલ પર પેટ્રોલિંગ કરે છે. ડ્રોન દ્વારા પણ દેખરેખ રાખવામાં આવે છે. આ સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે. જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને gpsની મદદથી તેનું લોકેશન જોવામાં આવે છે. 

લોકડાઉન- 1

લોક-1માં લોકોની અવર-જવર બંધ કરી દેવામાં આવે છે અને તેમને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવે છે. તે સમયે રાશન, શાકભાજી અને દવાઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામન મંગાવી શકે છે. જે લોકો બહાર નિકળે છે તેમની પાસે ઓફિશ્યલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. જેમાં સ્પષ્ટ લખેલું હોય કે તેમનું બહાર જવું શા માટે જરૂરી છે. આ કાગળ જોયા બાદ જ પોલીસ તેમને બહાર જવાની પરવાનગી આપે છે. જે લોકો લોકડાઉનના નિયમોનું પાલન નથી કરતા તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ  કરવામાં આવે છે અને આર્થિક દંડ પણ લાગે છે. 

લોકડાઉન-2 

લોકડાઉન-2 દરેક જગ્યાઓ પર નથી લાગુ રહતું. જે જિલ્લાઓમાં કોરોનાના કેસ વધારે છે. ફક્ત ત્યાં જ લોકડાઉન-2 લગાવવામાં આવે છે. જે લોકો તેનું ઉલંધન કરે છે તેમના વિરૂદ્ધ ફરિયાદની ચેતાવણી આપવામાં આવે છે. 

લોકડાઉન-3 

લોકડાઉન-3 હેઠળ કોરોના દર્દીઓના ઘર પર સતત નજર રાખવામાં આવે છે. પોલીસ ઓફિસર અહીં સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટીવ લોકો અને તેમના પરિવારના કોઈ પણ સદસ્ય ધરની બહાર ન નિકળે. 

ક્યાં કરવામાં આવ્યો હતો ત્રિપલ લોકડાઉનનો સૌથી પહેલા પ્રયોગ? 

ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસ 94 ટકા ઘટી ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ