બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today Khodaldham Naresh Patel meeting finish with scheduled caste

બેઠક / નરેશ પટેલે કહ્યું- 'રાજકારણમાં જોડાવાનો હજુ સમય નથી આવ્યો', આ નેતાએ કર્યો ખાસ આગ્રહ

Dhruv

Last Updated: 04:16 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનો વચ્ચે આજે મહત્વની બેઠક યોજાઇ. જેમાં નરેશ પટેલને રાજકારણમાં આવવા આગ્રહ કરાયો.

  • ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક પૂર્ણ
  • રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો : નરેશ પટેલ
  • આગેવાનનો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આગ્રહ

ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક પૂર્ણખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનો વચ્ચે આજે મહત્વની બેઠક હતી. જે પૂર્ણ થઇ છે. ત્યારે આ બેઠકને લઇને  નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, 'અનુસૂચિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ. દિલ્હી પ્રવાસને લઇને હજુ કંઇ જ નક્કી નથી. રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો.'

સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આગ્રહ

જો કે, બીજી બાજુ અનુસૂચિત સમાજના આગેવાન સુરેશ બથવાર દ્વારા નરેશ પટેલને રાજકારણમાં આવવા આગ્રહ કરાયો છે. સુરેશ બથવારનો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટેનો આગ્રહ કરાયો છે. નરેશ પટેલે કહ્યું કે, 'નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય જેથી ગુજરાતને નવી દિશા મળે. ખાસ અમારો આગ્રહ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય.'

બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા

મહત્વનું છે કે, કાગવડ ખોડલધામ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો સાથે નરેશ પટેલની મહત્વની બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન "તુમ આગે બઠો, હમ તુમ્હારે સાથે હે" ના નારા લાગ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા. તમામ આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવવા આહવાન કર્યું હતું. નરેશ પટેલ સાથે દલિત સમાજની બંધ બારણે બેઠક યોજાઇ હતી.

અનુસૂચિત સમાજના આગેવાનોએ માં ખોડલના દર્શન કર્યા હતાં. કેશોદના માજી ધારાસભ્ય પરબત ચાવડા, હમીર ધુલા તેમજ સુરેશ મકવાણા, માજી મેયર, કોર્પોરેટર સહિતના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જો કે, નરેશ પટેલના રાજકીય પ્રવેશની શક્યતા વચ્ચે બેઠકને લઇને હવે તર્કવિતર્ક પણ શરૂ કરાયા છે.

રાજકોટના સાંધ્ય દૈનિકે નરેશ પટેલને લઇને કર્યો હતો મોટો ઘટસ્ફોટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટના સાંધ્ય દૈનિકે કરેલા ઘટસ્ફોટ મુજબ કોંગ્રેસ-આપનું જોડાણ થઈ શકે છે.

રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો મળ્યા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થઈ શકે છે. 

ગુજરાતમાં AAP-કોંગ્રેસનું થઈ શકે ગઠબંધન 

ઉલ્લેખનીય છે કે, રાજકોટના સાંજ સમાચારે કરેલા દાવા પ્રમાણે, પ્રશાંત કિશોરે આ સમગ્ર મામલે મધસ્થી કરી શકે છે, તો સૂત્રો દ્વારા એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે, પ્રશાંત કિશોર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સેતુરૂપ બની શકે છે.

સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક સાંજ સમાચારનો ઘટસ્ફોટ

સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક સાંજ સમાચારના ઘટસ્ફોટને પગલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. સાંધ્ય દૈનિકે એવો પણ દાવો કર્યો છે કે, બંને રાજકીય પાર્ટીના મોટા માથાઓ સાથે આ ફોર્મ્યુલા સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ફોર્મ્યુલા સફળ થાય તો તેવા સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો ફેલાઈ શકે છે.

અકિલાએ પણ નરેશ પટેલને લઈને કર્યો હતો ઘટસ્ફોટ

છેલ્લાં બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે જાણકારોના મત મુજબ નરેશભાઈ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્‍પષ્ટ અહેવાલો મળે છે એમ કહેવાય છે કે મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે.આગામી ચૂંટણીમાં નરેશભાઈ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્‍લેટફોર્મ અને ચર્ચા પૂર્ણ થઇ ગઈ હોવાનું ચર્ચાય છે ત્‍યારે દિલ્‍હી ખાતે ગઠબંધનનો પ્રસાદ પણ પ્રથમ હરોળના ભાજપના આગેવાનને ત્‍યાં આરોગાઇ ગયા હોવાના પણ અહેવાલ મળે છે.ગઈકાલે પણ શહેરના સંખ્‍યાબંધ પત્રકારો તથા મિત્રોએ નરેશ પટેલનું સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો ફોન ડાયવટ થયેલો હતો જોકે નરેશભાઈનું લોકેશન ગાંધીનગર આવી રહ્યા હોવાનું મનાતું હતું ગઈકાલે પણ સ્‍થાનિક ટોચના આગેવાનો સાથે મીટીંગ થયાનું મનાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ