બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Today is World Thalassemia Day, what are the symptoms and prevention of this disease

World Thalassemia Day / લગ્ન સમયે કુંડળી મેળવતા પહેલા ખાસ કરાવો થેલેસેમિયાની તપાસ, જાણો વારસાગત રોગના લક્ષણો અને નિવારણ

Megha

Last Updated: 11:52 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Thalassemia Day: થેલેસેમિયા એ એક રોગ છે જે સામાન્ય રીતે બાળકને જન્મથી જ પકડી લે છે. તે બે પ્રકારના હોય છે. માઈનર અને મેજર. માઈનર થેલેસેમિયાવાળા બાળકો સ્વસ્થ જીવન જીવે છે.

  • ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ 1938માં નોંધાયો હતો
  • લગ્ન સમયે કુંડળી મેળવતા સાથે કરો થેલેસેમિયાની જાંચ 
  • બે પ્રકારનો હોય છે થેલેસેમિયા 

World Thalassemia Day: ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ 1938માં નોંધાયો હતો. 1994માં પ્રથમ વખત, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ થેલેસેમિયાએ 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી હતી.

લગ્ન સમયે કુંડળી મેળવતા સાથે કરો થેલેસેમિયાની જાંચ 
નિષ્ણાતોના મતે થેલેસેમિયા રોગની તપાસ લગ્ન સમયે કુંડળી મળાવતાની સાથે કરવી જરૂરી છે કારણ કે આ રોગ માતા અને પિતા દ્વારા બાળકો સુધી પહોંચે છે. થેલેસેમિયા એ વારસાગત રોગ છે. જો માતા કે પિતામાં એક અથવા બંનેમાં થેલેસેમિયાના લક્ષણો હોય તો આ રોગ બાળકને જઈ શકે છે. તેથી જ વધુ સારું છે કે લગ્ન પછી જ્યારે બાળક વિશે વિચારી રહ્યા હોય તો  એ પહેલાં અથવા લગ્ન પહેલાં થેલેસેમિયાની જાંચ કરાવી લેવી જોઈએ.

બે પ્રકારનો હોય છે થેલેસેમિયા 
થેલેસેમિયા એ એક રોગ છે જે સામાન્ય રીતે બાળકને જન્મથી જ પકડી લે છે. તે બે પ્રકારના હોય છે. માઈનર અને મેજર. માઈનર થેલેસેમિયા ધરાવતા બાળકો લગભગ સ્વસ્થ જીવન જીવે છે. જ્યારે મેજર થેલેસેમિયા ધરાવતા બાળકોને લગભગ દર 21 દિવસે અથવા એક મહિનામાં એક શીશી લોહી ચડાવવું પડે છે.

જો માતા-પિતા બંનેને માઈનર થેલેસેમિયા હોય તો બાળકને મેજર થેલેસેમિયા થવાની શક્યતાઓ ઘણી વધારે છે. પણ જ્યારે માતા-પિતામાંનથી એકને માઈનર થેલેસેમિયા હોય અને બીજું સ્વસ્થ હોય તો બાળકને આ બીમારી થતી નથી. એટલે માટે લગ્ન પહેલા કે બાળકનું આયોજન કરતાં પરત પહેલા માતા-પિતાએ મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ. 

શું હોય છે થેલેસેમિયા 
થેલેસેમિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે. આમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે. આ કારણોસર આ બાળકોને દર 21 દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર હોય છે. સાથે જ આ બાળકો બહુ લાંબુ જીવતા નથી. જો કેટલાક લોકો બચી જાય છે તો પણ તેઓ ઘણીવાર એક અથવા બીજી બીમારીથી પીડાય છે અને જીવનનો આનંદ માણી શકતા નથી.

આપણા શરીરમાં લોહીમાં શ્વેત રક્તકણો (WBC) અને લાલ રક્તકણો (RBC) હોય છે. શ્વેત રક્તકણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જ્યારે લાલ રક્તકણો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. પરંતુ થેલેસેમિયાના દર્દીના શરીરમાં લાલ રક્તકણો શરીરને જોઈએ તેવી ઝડપે ઉત્પન્ન થતા નથી.

50 વર્ષ જીવવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ 
નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં થેલેસેમિયાના દર્દી પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે તેનો અંદાજ જણાવવામાં આવ્યો છે. આ મૂલ્યાંકન 10 વર્ષ પહેલાનું છે. એટલે કે હાલમાં તેમાં અનેકગણો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, જો થેલેસેમિયા મેજર બાળકનું વજન 30 કિલો છે, તો તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આયર્ન માટે વાર્ષિક બે લાખ રૂપિયા ખર્ચવા પડે છે. એટલે કે, જો તે 50 વર્ષ સુધી જીવે  તો તેના માટે એક કરોડ રૂપિયા ખર્ચવા પડશે. 
નિષ્ણાતોના મતે, તેને પૌષ્ટિક ખોરાક અને કસરત દ્વારા અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. તેમજ નવજાત શિશુ અને સગર્ભા માતાનું નિયમિત રસીકરણ પણ અસરકારક સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ