બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Today is a history making day for the country and ISRO, rain is not forecast for late August

2 મિનિટ 12 ખબર / આજે દેશ અને ઈસરો માટે ઈતિહાસનો રચવાનો દિવસ, ઓગષ્ટના અંતમાં વરસાદ ખરો? જામનગરમાં વિવાદની આંધી એક રીંગે શાંત

Dinesh

Last Updated: 07:16 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનના બિઝનેસ ફોરમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં  5 ટ્રિલિયન ઈકોનોમીવાળો દેશ બની જશે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવેલ કે, રાજ્યમાં આગામી 4 દિવસ વધારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં પણ હાલ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. પરંતું વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં સાત દિવસમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી. જેનાથી ગુજરાતમાં વરસાદ પડી શકે. 

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર આજે ઉતરશે. આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે, જેના પર આખી દુનિયાની નજર છે, કારણ કે આ પહેલા રવિવારે 20 ઓગસ્ટે રશિયન ચંદ્ર મિશન 'લુના-25' ક્રેશ થયું હતું અને નિષ્ફળ ગયું હતું. તેને દક્ષિણ ધ્રુવ પર પણ ઉતરવું પડ્યું હતું. ચંદ્રના આ ભાગમાં હજુ સુધી કોઈ દેશ પહોંચ્યો નથી. જો ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું તો દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ મામલે ભારત આ સિદ્ધિ મેળવનારો પહેલો દેશ બની જશે.

Vadodara Municipality Junior Clerk Exam : વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  8 ઓક્ટોબરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવીશે. જે પરીક્ષાને લઈ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ કરવામાં આવ્યું છે. મંડળે એમ પણ જણાવ્યું છે કે, અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે. 

Vadodara Municipality Junior Clerk Exam will be conducted on October 8

આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે વધુ એક ઘટસ્ફોટ થયો છે. લાંચની રકમથી કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.કેતકી વ્યાસના અનેક કારનામાના પુરાવા VTVને હાથ લાગ્યા છે. કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર બીનાબેન કોઠારી વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થયો છે. ત્રણ ભાજપ મહિલા આગેવાનો વચ્ચે થયેલી બબાલમાં હાઈકમાન્ડની દરમિયાનગીરીથી મામલો શાંત થયો છે. પાપ્ત માહિતી મુજબ ત્રણય મહિલા આગેવાનને પક્ષના હાઈકમાન્ડમાંથી ફોન કરી મૌન રહેવા સૂચના અપાઈ છે. MLA રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચેની બબાલમાં હાઈકમાન્ડે દરમિયાનગીરી કરી શાંત પાડી છે. ત્રણેય આગેવાનોને ગાંધીનગર બોલાવીને સમજાવ્યા હોવાની વાત બહાર આવી છે. 

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનના બિઝનેસ ફોરમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં  5 ટ્રિલિયન ઈકોનોમીવાળો દેશ બની જશે.  તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100 થી વધુ યુનિકોર્ન છે. એટલું જ નહીં આવનારા વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહેશે. આ શક્ય બન્યું કારણ કે ભારતે વિપદા અને મુશ્કેલ સમયને આર્થિક સુધારામાં ફેરવી નાખ્યો એટલે આવું શક્ય બન્યું છે. મોદીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મિશન મોડમાં કામ કર્યું છે જેને કારણે ભારતમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા વધી છે. વ્યવસાય કરવાની પરવાનગી લેવા માટે વિવિધ નીતિઓનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. હાલની સરકાર રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી રહી છે, જેથી વેપારના વિકલ્પોમાં વધારો થાય.

‘India will soon become a $5 trillion economy’: PM Modi at BRICS Business Forum

છેલ્લા ઘણા સમયથી ચૂંટાયેલા પદાધિકારીઓનું સરકારી બાબુઓ સાંભળતા ન હોઈ પદાધિકારીઓ બેબાકળા બન્યા છે. ત્યારે તાજેતરમાં જ મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા આ બાબતે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.  જેને લઈને આજે સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અધિકારીઓએ ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ, સાંસદ તેમજ વિધાનસભાનાં સભ્યોનાં મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ રાખવાનો આદેશ કર્યો છે.

Scissors on arbitrariness of officials: The number of elected representatives must be saved and the phone must be answered,...

Tathya Patel Case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલે નામદાર કોર્ટને આરોપી તથ્યને જામીન આપવા રજૂઆત કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન વકીલે પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ વકીલે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસે ઉતાવળમાં તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.

ISKCON Bridge Accident: Tathya Patel's lawyer blames police in court

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે.  ત્યારે ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટ 2023 ને મંગળવારે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 20 દેશોનાં સમૂહ જી-20 નાં સંમેલનમાં ભાગ લેવા માટે તા. 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારત આવશે. તેમજ વધુમાં સુલિવને કહ્યું હતું કે, બાઈડન ભારતમાં રહીને જ દ્વિપક્ષીય પેઠક કરશે. પરંતું તેઓએ આ બેઠક બાબતે વધુ વિગત આપી ન હતી. 

On the day of Janmashtami, US President Joe Biden will come to India, will participate in the G-20 conference

દારુ કે બીજા કોઈ કૈફી પીણાથી નશો કરનાર મહિલાઓ સાથે ઘણી વાર ખોટું કામ થઈ જતું હોય છે અને નશાની હાલતમાં હોવાથી મહિલાઓ કશું કરી શકે તેવી સ્થિતિમાં હોતી નથી.  દિલ્હી હાઈકોર્ટે હવે આ મામલે એક કડક ટીપ્પણી કરી છે. એક મહિલાને ચુંબન કરવાનો પ્રયાસ કરીને ગુનાહિત બળનો ઉપયોગ કરવા અને તેને ઈજાના ઈરાદાથી થપ્પડ મારવા બદલ પુરુષની સજાને સમર્થન આપતી વખતે દિલ્હીની એક અદાલતે અવલોકન કર્યું છે. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ સુનિલ ગુપ્તાએ ભારતીય દંડ સંહિતા, 354ની કલમ 323 (લજ્જાભંગને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળ) અને 1860 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી) હેઠળ પુરુષને દોષિત ઠેરવવાની સજાને માન્ય રાખી હતી.

intoxication Of A Lady Does Not Give License To Her Male Friend To Take Undue Advantage Of Her Condition: Court

Aadhaar Scam: આધારકાર્ડ એ દરેક ભારતીય નાગરિક માટે અગત્યનું ડોક્યુમેંટ છે. આધાર બનાવતી સંસ્થા UIDAI સોશિયલ મીડિયા પર આધાર સંબંધિત સ્કેમ અંગે યૂઝર્સને સતત ચેતવણી આપતું રહે છે. હાલમાં જ સરકારે વૉટ્સએપ અને ઈમેઈલનાં માધ્યમોથી આધારનાં દસ્તાવેજો ઓનલાઈન શેર કરવા બાબતે લોકોને ચેતવણી આપતો મેસેજ આપ્યો હતો.ટ્વીટર X પર UIDAIએ પોતાની હાલની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે સરકાર આધાર અપડેટ માટે ક્યારેય પણ ઈમેઈલ કે વૉટ્સએપનાં માધ્યમથી POI Proof of Identity એટલે કે ઓળખનો પુરાવો કે POA Proof of Address એટલે કે સરનામાનાં પુરાવા અંગેનાં દસ્તાવેજોની માંગ કરતી નથી.

Aadhaar UIDAI alerted public that govt doesnt ask for your pti pta documents over whatsapp or email

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કહેરમાં કોઈ રાહત નથી. હિમાચલના આઠ જિલ્લામાં ભારે વરસાદ થશે, જયારે શિમલામાં 96 કલાકનું વરસાદી આફતનું એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. કેટલાંક સ્થળોએ આભ ફાટવાની પણ આશંકા છે. વરસાદના પગલે 560 રૂટ પર વાહન વ્યવહાર ઠપ છે. જયારે 346 રસ્તા બંધ છે. હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાનાં જલસંગ્રહ ક્ષેત્રમાં પૂરની ચેતવણી આપી છે. 26 ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં યલો એલર્ટ, જયારે બિહાર યુપીમાં પણ વરસાદ કહેર મચાવશે. મધ્ય પ્રદેશ સહિત 10 રાજયમાં ભારે વરસાદની આગાહી છે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આશંકા વ્યકત કરાઈ છે. સાથે ૨૪ ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

A 96-hour rain disaster alert has been issued in Shimla, traffic on 560 routes has been suspended due to rain.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ