બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / tobacco product makers to pay 1 lakh penalty from 1 april if packing machines not registered with gst

કડકાઈ / પાન-મસાલા અને તમાકુ અંગે GST કાઉન્સિલનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી થશે 1 લાખનો દંડ

Dinesh

Last Updated: 08:03 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Council news: GST કાઉન્સિલની ભલામણના આધારે ટેક્સ અધિકારીઓએ ગયા વર્ષે તમાકુ ઉત્પાદકો દ્વારા મશીનોની નોંધણી માટે એક વિશેષ પ્રક્રિયા શરૂ કરી હતી

  • પાન-મસાલા, તમાકુ બનાવતી કંપની માટે નવો નિયમ
  • કંપનીઓને પેકિંગ મશીનોની નોંધણી કરાવવી પડશે
  • GST વિભાગ પાસે ગુટાકા કંપનીઓને મશીનની નોંધણી કરાવવી પડશે


પાન મસાલા, તમાકુ અને ગુટકા ઉત્પાદનો કરતી કંપનીઓને 1 એપ્રિલથી ભારે દંડ થઈ શકે છે. GST કાઉન્સિલ દ્વારા એક નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં તે અંગેની માહિતી આપવામાં આવી છે. GST દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓએ 1 એપ્રિલથી GST અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની નોંધણી કરાવવી પડશે.

ગુજરાતમાં પાન-મસાલા અને તમાકુ-ગુટકાના વેચાણને લઈને સરકારે શું કર્યો નવો  મહત્વનો આદેશ?

1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે
જો કોઈ તમાકુ ઉત્પાદન ઉત્પાદક કંપની તેની પેકિંગ મશીનરી GST અધિકારીઓ પાસે રજીસ્ટર નહી કરાવે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે. ફાઇનાન્સ બિલ 2024 એ સેન્ટ્રલ GST એક્ટમાં સુધારા રજૂ કર્યા છે, જે મુજબ ત્યાં રજીસ્ટર્ડ ન હોય તેવા દરેક મશીન પર 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. 

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી
GST કાઉન્સિલની ભલામણના આધારે ટેક્સ અધિકારીઓએ ગયા વર્ષે તમાકુ ઉત્પાદકો દ્વારા મશીનોની નોંધણી માટે એક વિશેષ પ્રક્રિયા શરૂ કરી હતી. આ મશીનોની પેકિંગ ક્ષમતા સાથે હાલના પેકિંગ મશીનો, નવા ઇન્સ્ટોલ કરેલા મશીનોની વિગતો ફોર્મ GST SRM-I માં આપવાની રહેશે. જો કે ગયા વર્ષે આ માટે કોઈપણ પ્રકારના દંડ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. 

નોંધણી શા માટે કરવામાં આવે છે?
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે છેલ્લી બેઠકમાં નિર્ણય લીધો હતો કે પાન મસાલા, ગુટખા અને તેના જેવા ઉત્પાદનો માટેના તેમના મશીનોની નોંધણી કરવામાં આવે જેથી અમે તેમની ઉત્પાદન ક્ષમતા પર નજર રાખી શકીએ.

વાંચવા જેવું:  ISI એજન્ટ ચોરી ગયો ભારતની ગુપ્ત વાતો, પાકિસ્તાનને શું શું આપ્યું? મોટો ઘટસ્ફોટ

મહેસૂલ સચિવ શું કહ્યું ?
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારાઓ પર કોઈ દંડ વસૂલવામાં આવતો ન હતો. જે કે, આ વખતે કાઉન્સિલે નિર્ણય કર્યો છે કે આ માટે થોડો દંડ થવો જોઈએ. જેના કારણે હવે રજીસ્ટ્રેશન ન કરાવનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં GST કાઉન્સિલે પાન મસાલા અને ગુટખાના કારોબારમાં કરચોરીને રોકવા માટે રાજ્યના નાણાં પ્રધાનોની પેનલના અહેવાલને મંજૂરી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ