બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tips to get rid of smell from home in monsoon

તમારા કામનું / વરસાદી સિઝનમાં ઘરમાંથી આવી રહી છે અજીબ દુર્ગંધ! તો રસોડાની આ ચીજવસ્તુઓથી મહેકી ઉઠશે ખૂણેખૂણા

Arohi

Last Updated: 08:20 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monsoon Tips: ચોમાસાની સિઝનમાં ઘરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જો તમે પણ તેનાથી પરેશાન છો તો અહીં જણાવવામાં આવેલા ઉપાય ઘરને ફ્રેશ રાખવામાં તમારી મદદ કરી શકે છે.

  • ચોમાસામાં ઘરમાં આવવા લાગે છે દુર્ગંધ  
  • ઘરને ફ્રેશ રાખવામાં આ ઉપાય કરશે મદદ 
  • રસોડાની આ વસ્તુઓ દુર્ગંધ કરશે દૂર 

ચોમાસુ આવતાની સાથે જ ઘરમાં દુર્ગંધ આવવાની તકલીફ વધી જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ઘરમાં રહેલા વોડરોબ, બાથરૂમ અને ખૂણા ખૂણામાં મુકેલી દરેક વસ્તુઓમાં કંઈક એવું છોટવાની જરૂર છે જેનાથી દુર્ગંધ ન આવે. આવો તમને એ વસ્તુઓ વિશે ડિટેલ્સમાં જણાવીએ. 

કબાટમાંથી આ રીતે દૂર કરો દુર્ગંધ 
વરસાદમાં સૌથી વધારે દુર્ગંધ ભેજના કારણે કપડાથી આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે નેપ્થલીનની ગોળીઓને કબાટમાં દરેક ખૂણામાં મુકી શકો છો. અથવા તો કોફીને એક કટોરીમાં નાખીને તેને કબાટમાં મુકી દો. તેનાથી કબાટમાં દુર્ગંધ નહીં આવે. 

બાથરૂમની દુર્ગંધને દૂર કરવાના ઉપાય 
તાપ અને હવા યોગ્ય રીતે ન પહોંચવાના કારણે બાથરૂમમાં સ્મેલ ખૂબ ભયંકર આવે છે. એવામાં તેને ખતમ કરવા માટે પાણીમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરીને બાથરૂમના ખૂણા ખૂણામાં સ્પ્રે કરો. 

કિચનની આ 4 વસ્તુઓના ઉપયોગથી ઘરમાં આવશે સુગંધ 
વરસાદની સિઝનમાં ઘરમાં મુકેલી લગભગ દરેક વસ્તુ ભેજના કારણે અજીબ સ્મેલ કરે છે. એવામાં તેનાથી છુટકારો મેળવવા માટે સૌથી સારી અને રીત છે તમે આખો દિવસ ઘરમાં દરરોજ વિનેગર અને બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરો. તેનાથી દુર્ગંધની સાથે વરસાદમાં આવતી જીવાત પણ ગાયબ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ