બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Tim Seifert cries while Sharing coronavirus experience

ક્રિકેટ / IPL 2021 : ભારતમાં કોરોના થયો તેનું દર્દ જણાવતાં ચાલુ પત્રકાર પરિષદમાં રડી પડ્યો આ ક્રિકેટર

Published By: Noor

Last Updated: 12:38 PM, 25 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલ 2021માં ભાગ લેનારા ઘણાં ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા, જેમાં એક કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ટીમનો સીફર્ટ પણ હતો. ત્યારે હાલમાં જ તે પત્રકાર પરિષદમાં રડી પડ્યો.

  • આઇપીએલ 2021માં ભાગ લેનારા ઘણાં ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા
  • કોરોનાનું દર્દ જણાવતા રડી પડ્યો ક્રિકેટર
  • ચાલુ પત્રકાર પરિષદમાં ક્રિકેટર થયો ઈમોશનલ

સીફર્ટના ન્યૂઝીલેન્ડ રવાના થતાં પહેલાં બંને આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે તેને ભારતમાં જ રોકાવું પડ્યું હતું. જ્યારે બાકીના કિવી ખેલાડીઓ ઘરે પરત ફર્યા હતા. જોકે, ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન સીફર્ટ હવે કોરોનાથી સ્વસ્થ થઈ ગયો છે અને ગયા અઠવાડિયે સ્વસ્થ થયા પછી તે પોતાના દેશ પરત ફર્યો હતો અને હાલ તે 14 દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈન પીરિયડમાં છે. 

કોરોનાનું દર્દ જણાવતા રડી પડ્યો સીફર્ટ

ટિમ સીફર્ટે કોરોનાનું દર્દ જણાવ્યું. ક્રિકેટરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- પોઝિટિવ હોવાની જાણકારી મળવી સૌથી ખરાબ સમય હતો. જ્યારે સીફર્ટ આ અંગેની જાણકારી શેર કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ઈમોશનલ થઈને રડી પડ્યો. પ્રેસ કોન્ફરન્સમાં રહેલાં પત્રકારોએ સીફર્ટને હિમ્મત આપી અને પછી ક્રિકેટર પોતાની વાત જણાવી. 26 વર્ષીય ક્રિકેટરે જણાવ્યું કે કેકેઆરના કોચ બ્રેન્ડન મેકુલમ અને સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગે મુશ્કેલીના સમયમાં ઘણી મદદ કરી.

એક રિપોર્ટ મુજબ, સિફેર્ટે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજરે મને પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ દેખાડી. ત્યારે હું ડરી ગયો અને મને ખબર નહોતી કે આગળ શું કરવાનું છે. એ બધું ડરામણું હતું. મને લાગ્યું મારી સાથે પણ ખરાબ થશે. ત્યારે સીફર્ટે મેકુલમ અને ફ્લેમિંગ વિશે કહ્યું કે એ લોકોને મારા માટે બધું સરળ બનાવી દીધું. તેમણે ખાતરી કરી કે બધું બરાબર થાય. 

સીફર્ટે કોઈ આઈપીએલ મેચ રમી ન હતી

કિવી વિકેટકીપરે વધુમાં કહ્યું કે સીએસકે મેનેજમેન્ટ અને કોલકાતા નાઈટ રાઇડર્સના સીઈઓએ મારા જીવનને સરળ બનાવ્યું. તેમણે મને ખાતરી આપી કે બધું સારું થઈ જશે અને જ્યારે ઘરે પાછા ફરવાનો સમય આવશે ત્યારે તેઓ મને સુરક્ષિત ઘરે લાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરશે. જણાવી દઈએ કે સીફર્ટ કેકેઆરનો ભાગ રહ્યો પરંતુ તેને હજી સુધી કોઈ મેચ રમવાની તક મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Tim Seifert coronavirus experience cry crickcet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ