બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ticket to use laptop taken from banker in ST bus from Antoli-Ahmedabad

વિચિત્ર ઘટના / અંતોલી-અમદાવાદની ST બસમાં બેંકકર્મી પાસેથી લેવાયું લેપટોપ વાપરવાનું રૂ. 88 ભાડું, ST વિભાગને જાણ થતા કાર્યવાહી

Malay

Last Updated: 03:57 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Modasa News: અંતોલી-અમદાવાદની ST બસમાં મોડાસાના બેંક કર્મચારીને થયો કડવો અનુભવ, કંડક્ટરે બસમાં લેપટોપના ઉપયોગ બદલ લીધું 88 રૂપિયા ભાડું.

  • બસમાં લેપટોપના ઉપયોગ બદલ લેવાયું ભાડું
  • લેપટોપના ઉપયોગ બદલ ભાડું લેતા થયો વિવાદ 
  • મામલાની જાણ ST વિભાગને થતા કાર્યવાહી કરાઈ 

ગુજરાતભરમાં રોજ લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. લગભગ રોજ 25 લાખ જેટલા મુસાફરો એસટી બસનો લાભ લે છે. તમે પણ એસટી બસમાં મુસાફરી જરૂર કરી હશે. એસટી બસમાં મુસાફરી કરતી વખતે કેટલીકવાર કોઈ વ્યક્તિને તમે લેપટોપ પર કામ કરતા પણ જોયા જ હશે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. વાસ્તવમાં એસટી બસમાં લેપટોપનો ઉપયોગ કરવા બદલ મુસાફર પાસેથી 88 રૂપિયા ભાડું વસુલવામાં આવતા એસટી બસના કંડક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

લેપટોપના ઉપયોગ બદલ ભાડું લેતા વિવાદ 
અંતોલી-અમદાવાદની ST બસમાં મોડાસાના બેંક કર્મચારીને ખરાબ અનુભવ થયો. મોડાસાથી અમદાવાદ જતી બસમાં કંડક્ટરે બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ 88 રૂપિયા ભાડું લીધું હતું. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવતા બેંક કર્મચારી હચમચી ગયા હતા. જે બાદ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો બહાર લાવવા પ્રયાસ કરાયો હતો. આ અંગેની જાણ ST વિભાગને થતાં એસટી વિભાગ દ્વારા બસના કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.  

લેપટોપની ટિકિટ આપવાની થતી નથીઃ ડેપો મેનેજર એચ.આર. પટેલ
આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ.આર. પટેલે જણાવ્યું કે, તારીખ 5/08/2023ના રોજ અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે, તેની ટિકિટ આપવાની થતી હોય છે. 

એચ.આર.પટેલ (ડેપો મેનેજર, મોડાસા) 

કંડક્ટરનું લેવામાં આવી રહ્યું છે નિવેદન 
તેમણે વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. હાલ જેમની પાસેથી લેપટોપનું ભાડું વસુલવામાં આવ્યું છે, તેમનો અત્રેથી સંપર્ક કરવામાં આવશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ