બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / This young finisher of the IPL is now on the heels of MS Dhoni see who

IPL 2023 / IPLના આ યુવા ફિનિશર હવે MS ધોનીની રાહ પર, જે પીચ પર મચાવે છે ધમાલ, જુઓ કોણ-કોણ

Megha

Last Updated: 09:09 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ ખેલાડી સારો ફિનિશર હોય તો તે ગમે ત્યાંથી મેચના પરિણામ પલટી શકે છે. સારા ફિનિશરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની છે પણ આ IPLની સિઝનમાં કેટલાક નવા ફિનિશર્સ પણ જોવા મળ્યા છે

  • સારો ફિનિશર હોય તો તે મેચના પરિણામ પલટી શકે છે
  • IPLની સિઝનમાં ધોની જેવા કેટલાક નવા ફિનિશર્સ જોવા મળ્યા
  • આ ખેલાડીઓ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે રમ્યા નથી

હાલ IPLની 16 મી સિઝન ચાલી રહી છે અને એવામાં આપણે બધા જાણીએ છીએ કે T20 ક્રિકેટમાં ફિનિશરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ ખેલાડી સારો ફિનિશર હોય તો તે ગમે ત્યાંથી મેચના પરિણામ પલટી શકે છે. નોંધનીય છે કે દુનિયાના સારા ફિનિશરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીએ આ કામ ઘણી વખત કરી બતાવ્યું છે. 

આ IPLની સિઝનમાં કેટલાક એવા ફિનિશર્સ પણ જોવા મળ્યા છે જેમને ટીમ માટે ઉપયોગી બનીને મેચ ફિનિશર તરીકે ઉભરી આવ્યા છે. નોંધનીય છે કે આ એવા ખેલાડીઓ છે જેઓ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે રમ્યા નથી પણ તેઓએ તેમની ક્ષમતાથી સાબિત કર્યું છે કે તેઓ મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર છે .

રાજસ્થાન રોયલ્સનો ધ્રુવ જુરાલે 
રાજસ્થાન રોયલ્સે યુવા બેટ્સમેન ધ્રુવ જુરેલને બે સીઝન સુધી બેસાડી રાખ્યો હતો પરંતુ આ સિઝનમાં તેને તક મળી અને આ ખેલાડીએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે રાજસ્થાનને સારા સ્કોર સુધી પહોંચવામાં પણ મદદ કરી છે અને જીત મેળવી છે. જુરેલે સાત મેચમાં 130 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 196.96 છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જુરેલે 16 બોલમાં 34 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ તેણે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 34 રન ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

કોલકાતાનો રિંકુ સિંહ
કોલકાતા ટીમના ડાબા હાથના બેટ્સમેન રિંકુ સિંહે શાનદાર રમત બતાવી છે અને આ ખેલાડી કોલકાતાનો નવો ફિનિશર બનીને ઉભરી આવ્યો છે. રિંકુએ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. નોંધનીય છે કે રિંકુએ આઠ મેચમાં 251 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 158.86 રહ્યો છે. 

ગુજરાત ટાઇટન્સનો અભિનવ મનોહરે 
ગુજરાત ટાઇટન્સ પાસે ત્રણ ઉત્તમ ફિનિશર્સ છે. ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા સાથે રાશિદ ખાન. નોંધનીય છે કે રાશિદ ખાને પણ આ કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. અભિનવ મનોહરે તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તોફાની ઈનિંગ્સ રમી હતી તેણે આ મેચમાં 21 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. અભિનવે આ સિઝનમાં ચાર મેચ રમી છે અને તેણે 182.97ના સ્ટ્રાઈક રેટથી 86 રન બનાવ્યા છે.

પંજાબ કિંગ્સનો જીતેશ શર્મા 
પંજાબ કિંગ્સના યુવા વિકેટકીપર-બેટ્સમેન જિતેશ શર્મા આ સિઝનમાં તે વધુ સારો દેખાઈ રહ્યો છે. ગત સિઝનમાં જીતેશે 12 મેચ રમી હતી. તે આ સિઝનમાં અત્યાર સુધી ટીમની દરેક મેચનો ભાગ રહ્યો છે. અત્યાર સુધી આઠ મેચમાં 157.94ના સ્ટ્રાઈક રેટથી 169 રન બનાવ્યા છે. શુક્રવારે જ તેણે લખનૌ સામે 24 રનની ઇનિંગ રમી હતી પરંતુ આ માટે તેણે માત્ર 10 બોલનો સામનો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ