બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / This unique doctor from Ahmedabad who writes books and songs in a prescription

નવાઈ ન પામતાં! / અમદાવાદનાં આ એક અનોખા ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શનમાં પુસ્તક અને ગીતો લખી આપે છે

Dharmishtha

Last Updated: 07:53 PM, 16 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં આ ડૉક્ટર દર્દીનો ઇલાજ ગીતો અને પુસ્તકથી કરે છે. વ્યવસાયે તેઓ ગાયનેકોલોજીસ્ટ છે પણ પ્રિસ્ક્રિપ્શનમાં પુસ્તકો અને સંગીતની સીડી લખી આપે છે.  દર્દી ફરી બતાવવાં આવે ત્યારે તેઓ દર્દીઓને એમ નથી પુછતાં કે સમયે દવા લીધી હતી કે નહીં, પણ એમ પુછે છે કે પુસ્તકમાંથી કેટલાં પેજ વાંચ્યાં હતાં? કેમ આ ગાયનેકોલોજીસ્ટ આ પ્રકારે ઇલાજ કરે છે? કેમ તેમને આ પ્રયોગ કરવાની જરુર પડી? શું તેમનાં આ પ્રયોગથી લોકોનાં સ્વાસ્થયમાં સુધારો આવ્યો છે ખરો?

  • ડૉ. દર્શના દર્દીને શારિરીક સાથે માનસિક ઠીક કરે છે
  • દવાઓની સાથે મ્યુઝિક થેરાપીથી દર્દી સાજો થાય છે
  • સર્જરી વખતે એનેસ્થેસિયાની બદલે ગમતાં મ્યુઝિક વાગે છે

હિલ યોર લાઈફની ફિલોસોફી પર કામ કરે છે

અમદાવાદનાં જાણીત ગાયનેકોલોજીસ્ટ ડૉ. દર્શના ઠક્કરને નાનપણથી કલામાં રસ છે. તેઓ ડૉ. લુઇસની 'હિલ યોર લાઈફ'ની ફિલોસોફીથી ખૂબ પ્રભાવીત થયા છે. તેમણે હિલ યોર લાઈફની ઇન્ટરનેશનલ તાલીમ પણ મેળવી છે.  તેમનાં ત્યાં આવતાં દર્દીઓની હિસ્ટ્રી તપાસતાં તેમને ખબર પડે કે તેમની 80 ટકા સમસ્યાં સ્ટ્રેસને કારણે છે. જો સ્ટ્રેસ દુર થઈ જાય તો તેમને 20 ટકા જ દવાની જરુર પડશે. જેથી તેઓ 16 વર્ષથી આ દર્દીઓને ક્યોર કરવા કલાનો ઉપયોગ કરવાનું શરુ કર્યું છે.

દર્દીનાં ઈમોશનલ ટુલ ફોમથી મનસ્થિતિનો તાર મેળવાય છે

ડૉ. દર્શનાબેન તેમનાં ત્યાં આવનારાં દર્દીઓ માટે ઈમોશનલ ટુલ નામનું ફોમ ભરાવે છે. જેમાં તેમની સમસ્યાનો ખ્યાલ આવે છે. બાકીનાં બ્લડ પ્રેશર રિપોર્ટ કે સુગર રિપોર્ટ તો બિમારી બતાવશે, પણ દર્શનાબેનનું આ ટુલ દર્દીની બિમારીનું મૂળ કારણ જાણવા માટે અસરકારક સાબિત થાય છે. 

પ્રિસ્ક્રિપ્શનમાં પુસ્તક અને સંગીત 

ઈમોશનલ ટુલથી દર્દીનાં સ્ટ્રેસનું કારણ જાણ્યાં બાદ દર્શનાંબહેન તેમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. જેમાં તેઓ દર્દીને તેમની મુંઝવણમાં અસર કરે તેવા બળસભર શબ્દો એટલે કે તેમને હિંમત આપે, પ્રોત્સાહિત કરે તેવા ગીતો સાંભળવા અને પુસ્તકો વાંચવાનું કહે છે. જ્યાં સુધી તેમની પાસે પુસ્તક અવેલેબલ હોય તો તેઓ જ એ પુસ્તક તેમને દવા તરીકે આપે છે. તેઓ દવાની સાથે સાથે મેન્ટલ હેલ્થને પણ સ્વસ્થ કરવાં પ્રયાસ કરે છે.

પુસ્તક અને મ્યુઝિકથી પડેલાં ફર્કનો ડેટા લેવાય છે

જ્યારે દર્દી ફરી બતાવવાં આવે છે ત્યારે તેઓ તેમને  પુછે છે કે પુસ્તકના કેટલાં પેજ વાંચ્યાં? દર્દીઓ પણ દર્શનાંબહેને કહે છે કે, મે તો પુસ્તક વાંચ્યું સાથે સાથે પરિવારનાં સભ્યોએ પણ પુસ્તક વાંચ્યું . તેમજ તેઓ મ્યુઝિક પણ સાંભળીને આવે છે અને પરિવારનાં અન્ય સભ્યોને પણ આમ કરવા કહે છે. આ બાદ ડૉ. દર્શનાબહેને દર્દીઓમાં પુસ્તક વાંચન તથા મ્યુઝિક સાંભળવાથી કેટલો ફર્ક પડ્યો છે તે અંગેનો ડેટા રાખવાનું શરુ કર્યુ છે. 

ડૉ દર્શના ઠક્કરના પ્રિસ્ક્રિપ્શન

આ હેલ્થ કેફેમાં આત્મ અને વિચારોનો ખોરાક મળે છે

આ હોસ્પિટલમાં એક હેલ્થ કેફે છે. જેની ટેગ લાઇન છે 'સેન્ટર ફોર ઈમોશનલ વેલ્યું' અહીં પેટ માટે જમવાનું નથી મળતું પણ અહીં આત્મા માટે અને વિચારો માટેનો ખોરાક મળે છે. આ કાફેમાં પુસ્તકો અને સંગીત મળે છે. અહીં બેસીને દર્દીઓ મ્યુઝિક સાંભળે છે. તેમને ગમતાં પુસ્તકો વાંચે છે.  ડૉ. દ્વારા વર્કશોપ યોજીને દર્દીઓને ઇમોશનલ સ્પા આપવામાં આવે છે. સ્પા મનને હિલ કરે છે. આ હોસ્પિટલમાં એમ્ફી થિયેટર છે. જે દર્દીને જે સંગીત સાંભળવું હોય તે પ્લગ લગાવીને સાંભળી શકે છે.

સર્જરી દરમિયાન સંગીત વાગે છે

ડૉ. સર્જરી દરમિયાન કે ડિલિવરી દરમિયાન દર્દીને પસંદ હોય તેવું ગીત અથવા ધાર્મિક ગીતો, ભજનો કે પછી ચાલીસા કે પછી તેમને જે પસંદ હોય તે મ્યુઝિક અને ગીત વગાડતાં વગાડતાં સર્જરી કરે છે. પ્રેગ્નેન્ટ સ્ત્રી ચેક અપ દરમિયાન કોઈ ગમતાં ફુલ તે અન્ય બાબતો ઉલ્લેખ કરે તો દર્શના બહેન તે ડાયરીમાં નોંધી રાખે છે. એ બાદ આ સ્ત્રીની ડિલિવરી દરમિયાન તેઓ એ તેમનાં ગમતા ફુલ ઓપરેશન થિયેટરમાં મુકે છે. આ સાથે તેઓ આ મહિલાઓને તેમની ડિલિવરીની સીડી, તેમનાં બાળકના બર્થ સમયની તમામ ક્ષણોનાં વીડિયો અને ફોટોનો આલ્બમ તૈયાર કરી આપે છે.

આનાંથી દર્દીને ઘણો ફાયદો થાય છે

આ અંગે વાત કરતા ડૉ. દર્શનાબહેન કહે છે કે, 'WHOનો એક રિપોર્ટ છે કે 2020માં સ્ટ્રેસનાં કારણે મૃત્યુ પામવાનો આંક સૌથી વધારે હશે. સ્ટ્રેસ એ પહેલાં નંબરે હશે. બીજું કે દર્દીઓનો 80 ટકા ઈલાજ તો તેમનો સ્ટ્રેસ દુર થવાથી થઇ જાય છે. એટલે મે આ 16 વર્ષથી શરુ કર્યું છે. જેનાંથી ઘણો ફાયદો થયો છે. ઓછી દવાએ સારો ઈલાજ થાય છે. બીજુ કે એનેસ્થેસીયાનું પ્રમાણ ઓછું થયું છે. જ્યાં જરુર હોય ત્યાં મારા અવાજની વિઝયુલાઇઝેશન સીડી પણ આપુ છું. જેથી દર્દીઓનાં મનને શાંતી મળે અને સ્ટ્રેસ દુર થાય. જેથી હું દર્દીઓને કહું છું કે આટલાં પાનાં વાંચીને મળજો.'

સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ