બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / This time in Shravan people of these 3 zodiac signs will get Shivaji's grace, position-money-prestige will get everything
ADVERTISEMENT
શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરુ થઈ રહ્યો છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે. પણ આ વર્ષનો શ્રાવણ મહિનો 3 રાશીના જાતકો માટે ખુબ સારો રહેવાનો છે. મહાદેવ આ મહિનામાં ત્રણ રાશિના જાતકો પર કૃપાદ્રષ્ટિ વરસાવવા જઈ રહ્યા છે. આખો મહિનો આ ત્રણ રાશિના જાતકો માટે ખુબ સારો નીવડશે. ચાલો જાણીએ કઈ છે એ 3 ભાગ્યશાળી રાશીઓ...
.jpg)
ADVERTISEMENT
વૃષભ રાશી- શ્રાવણ મહિનો આ રાશિના જાતકો માટે ઘણો સારો સાબિત થશે. આ રાશિનાના લોકોની આર્થીક સ્થિતીમાં ઘણો સુધારો થશે અને સાથે જ નવા માર્ગો પણ ખુલશે. નવી નોકરી, પ્રમોશન અને આવકમાં વૃદ્ધી થવાના યોગ બની રહ્યા છે. સાથે જ લાંબા સમય સુધી અટવાયેલ કામ ફટાફટ પૂર્ણ થશે. શ્રાવણ મહિનો આ રાશિના લોકો માટે આર્થિકરૂપે શુભ સાબિત થશે. મહાદેવને પ્રસન્ન કરવા શ્રાવણ મહિનામાં દર સોમવારે શિવલિંગનો અભિષેક જરૂરથી કરવો.
મિથુન રાશી - શ્રાવણ મહિનામાં મિથુન રાશિના જાતકો પર મહાદેવની ખુબ કૃપાદ્રષ્ટિ બની રહેશે. આ રાશિના જાતકોને શ્રાવણ મહિનામાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. નવા તરક્કીના માર્ગો ખુલશે અને આવકમાં વૃદ્ધી થશે. જે લોકો વેપાર કરે છે એમને આ મહીને બમણો નફો થવાની શક્યતા છે. આવક સાથે ખર્ચા પણ એટલા થશે. નવી મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે.
ADVERTISEMENT
કર્ક રાશી - શ્રાવણ મહિનામાં આ રાશિના જાતકો માટે ચારેતરફથઈ ખુશખબર આવશે. આર્થીક અને અંગત જીવનમાં ખુશ કરી દે એવા સમાચાર મળશે. લાંબા સમયથી જે વસ્તુની આશા હશે એ આ મહિનામાં મળી રહેશે. ક્યાંય પણ અટવાયેલ પૈસા મળી રહેશે અને કોઈ પણ અટવાયેલ કામ જરૂરથી પૂર્ણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.