બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / This place is the smallest country in the world, only 30 people and 4 dogs live.

અજબ ગજબ / આ જગ્યા પર આવેલ છે દુનિયાનો સૌથી નાનો દેશ, ફક્ત 30 માણસો અને 4 કુતરાઓ કરે છે વસવાટ

Megha

Last Updated: 04:44 PM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દેશને મૂળરૂપે ગ્રેન્ડ રિપબ્લિક ઓફ વલ્ડસ્ટીન પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના 1977 માં થઈ હતી અને 1998 માં કીંગડમ પફ મોલોસીયા તરીકે પરિવર્તિત થઈ ગયું હતું.

  • મોલોસીયા બે એકર જમીનમાં આવેલ એક નાનો એવો દેશ છે.
  • આ દેશને મૂળરૂપે ગ્રેન્ડ રિપબ્લિક ઓફ વલ્ડસ્ટીન પણ કહેવામાં આવે છે.
  • એમની પાસે એમની પોતાની બોર્ડર, કાયદા-કાનૂન, બેન્કિંગ સિસ્ટમ, સૈનિક છે

ક્યારેય સાંભળ્યું છે કે એક આખા દેશમાં ગણતરીના કુલ 30-35 લોકો અને જાનવરો રહે છે, નહીં ને? એક દેશની વાત આવે એટલે કરોડો અબજો લોકો અને અઢળક પશુ પક્ષીઓ, સરકાર, કેન્દ્ર અને રાજ્યો યાદ આવે પણ આજે મે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જયાની કુલ વસ્તી વિશે જાણીને તમે અચંબામાં પડી જશો. અમેરિકન નેવાદા રાજ્યમાં એક નાનો એવો દેશ છે જેને લોકો 'રિપબ્લિક ઓફ મોલોસીયા' ના નામે ઓળખે છે. નેવાદા એક મોટું રાજ્ય છે જે ત્યાંનાં ઇતિહાસ અને જંગલી પશ્ચિમ પદચિહ્ન માટે ઘણું જાણીતું છે. 

જો કે આ રાજ્યના સીમાની અંદર એક દેશ આવેલ છે. તેને મોલોસીયા ગણરાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.  આ દેશમાં એ બધુ છે જે એક સંપૂર્ણ રાષ્ટ્રમાં હોય છે. ચાલો જેની આ એક અદભૂત દેશ અને ત્યાં વસેલ વસ્તી વિશે. 

રિપબ્લિક ઓફ મોલોસીયા કાર્સન શહેરના પશ્ચિમમાં લગભગ ત્રીસ મિનિટ દૂર આવેલ છે. આ એક માઇક્રોશન ગણરાજ્ય છે, તે એક નાનો એવો દેશ છે. મોલોસીયા બે એકર જમીનમાં આવેલ એક નાનો એવો દેશ છે. આ દેશને મૂળરૂપે ગ્રેન્ડ રિપબ્લિક ઓફ વલ્ડસ્ટીન પણ કહેવામાં આવે છે. તેની સ્થાપના 1977 માં થઈ હતી અને 1998 માં કીંગડમ પફ મોલોસીયા તરીકે પરિવર્તિત થઈ ગયું હતું. 

 કેવિન વોગ નામનો વ્યક્તિ ત્યાં શક્ષણ કરતો હતો. જેને તેના એક મિત્ર સાથે આ દેશની સ્થાપન કરી હતી. મોલોસીયા દેશમાં ઘણા ફરવાલયક સ્થળો આવેલ છે. ત્યાં ફેન્ડશીપ ગેટવે, બેન્ક ઓફ કીકૈસિયા અને મોલોસીયા સરકારી ઓફિસ પણ આવેલ છે.આ દેશની મુલાકાત પ્રવાસી કરી શકે છે પણ ત્યાં કોઈ પ્રવાસી એમ જ પંહોચી શકતો નથી. આ જગ્યાની મુલાકાત લેવા માટે દેશની વેબસાઇટ પર રજીસ્ટર કરાવવું પડે છે. આ દેશની રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે પણ મૂળ ત્યાં એસપેરાન્તો અને સ્પેનિશમાં પણ વાતચીત થાય છે. 

આવા સ્વઘોષિત દેશોને માઇક્રોશન કહેવામાં આવે છે. આવ્યા દેશોને ન તો સંયુક્ત રાષ્ટ્રની માન્યતા છે કે ન તો બીજા કોઈ દેશોની. એમની પાસે એમની પોતાની બોર્ડર, કાયદા-કાનૂન, બેન્કિંગ સિસ્ટમ, સૈનિક અને રહેવાસી હોય છે. જો કે કોઈ પણ પાડોશી દેશો આવા દેશોને ગણકારતા નથી. આ દેશમાં કુલ 30 લોકો રહે છે અને ત્યાં 4 કુતરાઓ છે એટલે આ દેશમાં કુલ 34 જીવ વસવાટ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ