This is Place in Gujarat To Visit With Family and Relatives
પ્રવાસ /
મહેમાનો સાથે ફરવા માટે ગુજરાતનાં આ સ્થળો, અચૂક લો મુલાકાત
Team VTV12:49 PM, 28 Oct 19
| Updated: 02:31 PM, 28 Oct 19
ગુજરાતમાં એવી કઇ ખાસ જગ્યાઓ છે જેને આપણે અવશ્ય જોવી જોઈએ. આજે આવી જ કેટલીક જગ્યાઓની વાત કરાઇ રહી છે જેને તમે વીકેન્ડ ટૂરમાં પણ પ્લાન કરી શકો છો. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને સાથે તમે આ દરેક જગ્યાઓ સારી રીતે પ્લાન કરી શકો છો. મોટાંની સાથે બાળકો માટે પણ આ દરેક સ્થળો બેસ્ટ ગણાય છે. તો કરી લો તૈયારી અને નીકળી જાઓ ગુજરાતના આ સુંદર સ્થળોની મજા લેવા.
બ્રિટિશ રાજ્યનાં સમયમાં બનાવેલો વિજયવિલાસ પેલેસ
આ જગ્યાનીં અષ્ટધાતુની એક તોપ અદભુત છે
ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા
માંડવી બીચ, કચ્છ
કચ્છના માંડવી બીચનો સમાવેશ સમગ્ર ગુજરાતનાં બીચીઝમાં કરવામા આવે છે. માંડવી બીચને કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ સંબોધવામાં આવે છે. આ બીચ માંડવી નજીક આવેલો છે. ત્યાની રેતી અને સુંદરતાના કારણે પ્રવાસીઓ માટે પસંદગીનો બીચ છે. આ સિવાય અહીંયા 20 પવન ચક્કીઓ આવેલી છે જે પ્રવાસીઓને આકર્ષે છે. તે ઉપરાંત અહીનું સ્વામીનારાયણ મંદિર પણ ખૂબજ મહત્વ ધરાવે છે. આ બીચ નજીકમાં આવેલો છે બ્રિટિશ રાજ્યનાં સમયમાં બનાવેલો વિજયવિલાસ પેલેસ. જે અહીનાં જોવાલાયક સ્થળો માનો એક છે. અહીના ભોજનની વાત કરીએ તો અહી ડબલ રોટી ખૂબ જાણીતી છે. જો તમે એક-બે દિવસના પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યા બેસ્ટ રહી શકે છે.
દીવનો કિલ્લો
વાત જ્યારે હરવા-ફરવાની થતી હોય ત્યારે દરેક વ્યક્તિને કાયમ કંઈક નવું જોવાની ઈચ્છા થતી હોય છે, જ્યાંના પ્રાકૃતિક દૃશ્યો આપણને બાંધી લે. ગુજરાતની સીમાને સ્પર્શીને જ એક નાનકડો દ્વીપ દીવ છે, જે સુંદર ટૂરિસ્ટ પ્લેસેજમાંથી એક છે. અંદાજિત 38 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો આ ટાપૂ સુંદર દૃશ્યોથી ભરપૂર છે. દીવનો કિલ્લો ખંભાત(ગુજરાત)ના રાજા બહાદુર શાહે બનાવ્યો હતો. ત્રણેય બાજુથી અરબ સાગરથી ઘેરાયેલો આ કિલ્લો દિલ્હીનાં લાલ કિલ્લા કરતાં 100 વર્ષ વધુ જૂનો છે. કિલ્લાની ઉપરથી ટાપૂનો અદભુત દૃશ્ય જોઈ શકાય છે. છત પર રાખેલી કેટલીક તોપ આકર્ષક લાગે છે. તેમાં અષ્ટધાતુની એક તોપ અદભુત છે. આ તોપ મે-જૂનમાં તાપમાં પણ ગરમ નથી થતી. કિલ્લામાં પુર્તગાળ યોદ્ધા ડામ નૂનો ડી કુન્હાની કાંસ્યમૂર્તિ લાગેલી છે.
કબા ગાંધીનો ડેલો, રાજકોટ
કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા. તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયાં હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ વંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો.. મહેલની અંદર ધ્યાન આકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો તયારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
ઝૂલતા મિનારા, અમદાવાદ
ઝૂલતા મિનારા, બે હલતા મિનારાઓની જોડ છે, તેમાંથી એક સિદી બશીદ મસ્જિદની સામે સારંગપુર દરવાજામાં આવેલી છે અને બીજી રાજ બીબી મસ્જિદની સામે અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર આવેલી છે. આ જોડાવાળા મિનારાઓની ખાસ વાત એ છે કે એક મિનાર જ્યારે હલે છે ત્યારબાદ બીજી મિનાર પણ હલે છે. સિદી બશીર મસ્જિદની મિનાર ત્રણ માળની છે. જેની બાલ્કનીમાં પત્થર ઉપર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. એક માન્યતા અનુસાર, ઝૂલતા મિનારાનું નિર્માણ સુલ્તાન અહમદ શાહના નોકર સિદી બશીરે કરાવ્યું છે.
અક્ષરધામ, ગાંધીનગર
ભારતનાં પ્લાન્ડ સિટીમાં જેની ગણના થાય છે, તે ગાંધીનગર શહેર ગુજરાતનું પાટનગર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલું આ શહેર અહીં આવેલા અક્ષરધામ મંદિરનાં કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ઇન્દ્રોડા પાર્ક, સરિતા ઉદ્યાન, બાલોદ્યાન, પુનિત વન, ગિફ્ટ સિટી વગેરે જોવાલાયક છે. ગાંધીનગર જવાના રસ્તામાં સાયન્સ સિટી, ઇસ્કોન મંદિર અને તેનાથી આગળ મહુડી જેવા સ્થળો પણ જોવાલાયક છે.
પાવાગઢ, ચાંપાનેર
આર્કિયોલોજીના શોખીનોને માટે આ બેસ્ટ પ્લેસ છે. જો તમે અહીં જાઓ છો તો હિન્દુ અને ઇસ્લામિક ડિઝાઇનને જોઇ શકો છો. અહીંની મુલાકાતે ગયા બાદ તમે જામા મસ્જિદ, કાલિકા માતા મંદિર, જૈન મંદિરો, કૈવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને લકુલિસા મંદિર તથા પાવાગઢ ફોર્ટની મુલાકાત લઈ શકો છો. પાવાગઢ જાઓ છો તો તમારે ફૂડની ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી. અહીં તમે અનેક લોકલ ફૂડની સાથે સાથે ફાફડા, કચોરી, થેપલા, ખાંડવી, ઢેબરા, ગાંઠિયા, હાંડવો વગેરેની મજા પણ માણી શકો છો. આ રીતે પાવાગઢ ફરવાને માટે ગુજરાતનું બેસ્ટ પ્લેસ હોઇ શકે છે.
ઐતિહાસિક ઇનડ ગાર્ડન ગ્રાઉન્ડ પર 2 વર્લ્ડ કપ ફાઇનલ (1987 અને વર્લ્ડ T-20 2016) રમાઇ છે. આ સિવાય ઘણી યાદગાર ટેસ્ટ પર રમાઇ છે. કોલકાતાનુ આ ગ્રાઉન્ડ 2 વખત IPL ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનું ઘેરલૂ ગ્રાઉન્ડ...