બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / બિઝનેસ / Extra / these-important-rules-will-change-from-1st-april

NULL / 1 એપ્રિલથી બદલાશે આ મહત્વના નિયમો, જાણી લેજો નહીંતર પસ્તાશો

vtvAdmin

Last Updated: 11:56 PM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આગામી 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ અનેક સરકારી તેમ જ અમુક નિયમોમાં મોટા ફેરફાર પણ થવાના છે. જેની સીધી અસર અસર સામાન્ય લોકોના જીવન પર સૌથી વધારે થશે. આવામાં એવા કેટલાક નિયમો છે જેમાં પણ 1 એપ્રિલથી ફેરફાર થઈ જશે. જેથી 31 માર્ચ સુધીમાં આ મહત્વના કાર્યો પૂર્ણ કરવા તમારા માટે જરૂરી છે. 



પાન કાર્ડ
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. 31 તારીખ સુધીમાં પાન કાર્ડને ભુલ્યા વિના આધાર સાથે લિંક કરી દેવું કારણ કે ત્યારબાદ પાનકાર્ડ કોઈ કામનું રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આમ ન કરનાર વ્યક્તિને આગામી નાણાકીય વર્ષમાં બેન્કોના કામ કરવામાં સમસ્યા થઈ શકે છે. 



બંધ થશે ટીવી કેબલ અને DTH કનેક્શન
ટ્રાઈના નિયમાનુસાર ટીવી ચેનલ પેકેજ પસંદ કરવા માટે પણ તમારી પાસે 31 તારીખ સુધીનો સમય છે. આ તારીખ સુધીમાં પોતાના માટે ખાસ પેક પસંદ કરી લેવું નહીં તો તમને મનોરંજન પુરું પાડતું ટીવી પણ બંધ થઈ જશે. 



ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ
31 માર્ચ સુધીમાં નાણાકીય વર્ષ 2017-18 માટે આયકર રિટર્ન ફાઈલ કરવું પડશે. તેના માટે 10 હજારનો દંડ પણ ભરવો પડશે જો કે પાંચ લાખ સુધીની આવક ધરાવતાં કરદાતાઓને 1000 દંડ ભરવાનો રહેશે. આ ઉપરાંત રીટર્ન ભરવામાં ભુલ થઈ હોય તો તેને સુધારવાનો સમય પણ 31 માર્ચ સુધીનો છે. 

GST રિટર્ન
કારોબારીઓ માટે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોએ વેચાણ, ખરીદી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટની સંપૂર્ણ જાણકારી આપવી પડશે.

1 એપ્રિલથી વધશે મોંઘવારી
1 એપ્રિલથી CNG અને PNG મોંઘા થવાની સંભાવના છે. પ્રાકૃતિક ગેસના ભાવમાં 18 ટકાનો વધારો થવાની શક્યતા છે જેના કારણે સીએનજી અને પીએનજીનો ભાવ પણ વધી શકે છે. આ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની પણ આશંકા છે. જો કે આ સંભાવનાઓ વચ્ચે કાચા તેલના ભાવ વધવાની શક્યતા નહીંવત છે. 

કાર-બાઈક થશે મોંઘા
1 એપ્રિલ પછી કાર અને બાઈક્સની ખરીદીમાં પણ મોંઘવારી નડશે. ટાટા મોટર્સ, જગુઆર, લેંડ રોવર ઈંડિયા અને ટોયોટા મોટર્સએ કારની કીમતોમાં વધારો થવાની ઘોષણા કરી છે. આ સાથે જ બાઈકની કીમતો વધવાની ઘોષણા થઈ ચુકી છે. કારના ભાવમાં આગામી માસથી 25 હજારનો વધારો થઈ જશે. 

આટલી વસ્તુઓ થશે સસ્તી
ઘર થશે સસ્તા

1 એપ્રિલ 2019થી મકાન ખરીદવામાં લાભ થશે. જીએસટી પરિષદએ 24 ફેબ્રુઆરી અને 19 માર્ચના રોજ થયેલી બેઠકમાં સસ્તા દરના નિર્માણાધીન મકાનો પર જીએસટી ઘટાડી અને 1 ટકા કરી દીધો છે. જ્યારે અન્ય શ્રેણીના મકાનો પર 5 ટકાનો ઘટાડો કર્યો છે.

વીમા થશે સસ્તા
જીવન વીમા લેવા હોય તો 1 એપ્રિલ પછી લઈ શકો છો. નવા ફેરફારના કારણે 22થી 50 વર્ષના લોકોને સૌથી વધારે લાભ થશે. 1 એપ્રિલથી કંપનીઓ મૃત્યુ દરના નવા આંકડાનું પાલન કરશે. અત્યાર સુધી કંપનીઓ 2006-08ના ડેટાનું પાલન કરતી હતી જ્યારે હવે 2012-14ના ડેટાનું પાલન કરશે. 

સસ્તી થશે લોન
1 એપ્રિલથી દરેક પ્રકારની લોન સસ્તી થઈ જશે. કારણ કે ત્યારબાદ બેન્ક આરબીઆઈ દ્વારા નક્કી કરેલા રેપો રેટના આધારે લોન આપશે. તેના કારણે લોકો પર આવતું ભારણ ઘટશે. બેન્ક પોતાની લોનની ગણના અલગ અલગ બેંચમાર્કથી કરે છે. 1 એપ્રિલ પછી જે ગ્રાહકોની લોન માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ સાથે જોડાયેલી હશે તેમનું ભારણ ઘટશે. 

EPFO ટ્રાન્સફર
1 એપ્રિલથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના નિયમોમાં પણ ફેરફાર થશે. આ ફેરફારના કારણે નોકરી બદલનાર કર્મચારીનું પીએફ પણ ઓટોમેટિક ટ્રાંસફર થઈ જશે. એટલે કે નોકરી બદલે તો પીએફ અમાઉંટ માટે અરજી કરવી નહીં પડે.

ટેક્સના નિયમોમાં ફેરફાર
1 એપ્રિલથી આયકરના નવા નિયમો લાગૂ થઈ જશે.  બજેટમાં તેની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત 5 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે, સ્ટાંડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા, બેન્કમાં જમા 40 હજાર સુધીની રકમ પરના વ્યાજ પર ટેક્સ ફ્રી, ટીડીએસની મર્યાદા 2.40 લાખ રૂપિયા કરવામાં આવી છે. 

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ
વાહન નિર્માતાઓ માટે 1 એપ્રિલ 2019થી હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ આપવી અનિવાર્ય હશે. આ નંબર પ્લેટ વિના કાર શોરૂમમાંથી બહાર નહીં જઈ શકે. 

રેલ્વેમાં PNR
વર્તમાન સમયમાં જો કોઈ યાત્રી બે ટ્રેનથી મુસાફરી કરે તો તેના નામ પર બે પીએનઆર જનરેટ થાય છે. પરંતુ 1 એપ્રિલથી બે ટ્રેનની યાત્રા માટે પણ એક સંયુક્ત પીએનઆર જનરેટ થશે. જેના કારણે જો યાત્રીની બીજી ટ્રેન કોઈ કારણોસર છૂટી જાય છે તો તે કોઈપણ પ્રકારનો દંડ ચુકવ્યા વિના આગળની યાત્રા રદ્દ કરાવી શકે છે. તેનાથી યાત્રીઓને રિફંડ મળવું સરળ થઈ જાય છે. 

મોબાઈલની જેમ વીજળીનું થશે રિચાર્જ
1 એપ્રિલ 2019થી મોબાઈલની જેમ વીજળીનું પણ રિચાર્જ કરાવી શકાશે. 30 દિવસની અંદર ગ્રાહકોએ અનિવાર્ય ચુકવણી કરતાં માત્ર એટલી રકમ ચુકવવી પડશે જેટલો વીજળીનો વપરાશ હશે. વીજળીના વધતાં બિલની ફરિયાદના કારણે આ રસ્તો કાઢવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ