બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / There is still a chance! Thinking of buying gold-silver? Get to know today's latest prices
ADVERTISEMENT
સોના અને ચાંદીના ભાવ આજે ઘરેલુ બજારમાં વધતાં જોવા મળ્યા છે, જેરે ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો. ભારતીય બજારમાં સોનાની કિંમત 51 હજારથી નીચે ચાલી રહી છે જ્યારે ચાંદીની કિંમત 61 હજારની આસપાસ ચાલી રહી છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે આગળ જતાં આ બંનેના ભાવમાં ધરખમ વધારો જોવા મળશે.
સોનાની કિંમત
ગ્લોબલ માર્કેટમાં થઈ રહ્યા ઉતાર-ચઢાવને કારણે આજે સવારે સોના-ચાંદીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત ફરી એક વખત 51 હજારની સપાટીને પંહોચી છે અને ચાંદીની કિંમત 61 હજારની આસપાસ ચાલી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે સવારે 24 કેરેટ સોનાની કિંમતમાં 55 રૂપિયાના વધારા સાથે 50,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચ્યો છે. જો કે સવારે સોનાની કિંમત 50,827 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. પણ ઓછી માંગને કારણે સોનાના ભાવમાં થોડો ઘટાડો દેખાયો હતો. જો કે સોનાની કિંમતમાં ગઇકાલ કરતાં 0.11 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT

ચાંદીની કિંમત પણ વધી
સોનાની સાથે સાથે આઆજે ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આવે ચાંદીની કિંમત 205 રૂપિયાએ વધીને 60,949 રૂપિયાની સપાટીએ પંહોચી છે. જો કે દિવાની શરૂઆતમાં ચાંદીની કિંમત 60,962 રૂપિયા પ્રતિ કિલો હતી પણ એ પછી થોડો ઘટાડો જોવા મળ્યો. આઆજે ચાંદીની માંગમાં થોડો વધારો છે જેથી ચાંદીની કિંમત 61 હજારને આસપાસ ચાલી રહી છે. ચાંદીની કિંમતમાં ગઇકાલ કરતાં 0.34 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ગ્લોબલ માર્કેટમાં સોનુ સસ્તું પણ ચાંદી મોંઘી..
ગ્લોબલ માર્કેટમાં આઆજે સોના અને ચાંદી બંનેનું અલગ અલગ પ્રદશન જોવા મળ્યું. આઆજે સોનાની કિંમતમાં ઘટાડો તો ચાંદીની કિંમતમાં ઘણો વધારો નોંધાયો છે. આમ્રએકાં બજારમાં સોનાની ગઇકાલની કિંમત કરતાં 0.01 તૂટીને 1,838.99 ડોલર પ્રતિ ઔંસ રહી પણ ચાંદી ગઇકાલની કિંમત કરતાં 0.31 ટકા વધીને 21.67 ડોલર પ્રતિ ઔંસ સુધી પંહોચી હતી.
આગળ શુ રહેશે કિંમત?
સોનાની કિંમત હાલ ભલે ઘટી રહી હોય પણ એક્સપર્ટનું માનવું છે કે આ વર્ષે ચોમાસું સારું રહ્યું તો આગળ જતા સોનાની માંગ ઘણી વધશે અને તેની કિંમતમાં ધરખમ વધારો થશે. સાથે જ ચાંદીની કિંમતમાં પણ સમય જતાં ઘણો વધારો થશે એવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.