બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / There are tremendous benefits of fasting during Chaitri Navratri, if you know you will also fast for 9 days

હેલ્થ / નવરાત્રિમાં વ્રત કરવાના છે અનેક ફાયદા, જાણશો તો તુરંત કરવા લાગશો 9 દિવસના ઉપવાસ

Vishal Dave

Last Updated: 11:19 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતોના મતે, ઉપવાસ દરમિયાન, શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે, જે લીવરના ફેટી એસિડ અને મેટાબોલિઝમને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

આવતીકાલથી એટલે કે મંગળવારથી  ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં પૂજા અને ઉપવાસનો સમયગાળો આગામી 9 દિવસ સુધી ચાલુ રહેશે. દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે 9 દિવસના ઉપવાસ કરવાથી શરીરને કેટલો ફાયદો થાય છે. શું તમારું શરીર આ માટે સંપૂર્ણપણે તૈયાર છે? કારણ કે વ્યક્તિ ખૂબ જ સ્વસ્થ રહીને જ સારી રીતે ઉપવાસ કરી શકે છે. તેથી આ ચૈત્રી નવરાત્રિ પહેલા શરીરને યોગ્ય રીતે તૈયાર કરી લો, જેથી 9 દિવસના ઉપવાસમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય અને શરીરને પણ ઉપવાસનો પૂરો લાભ મળે.
 
નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરવાથી લાભ થાય છે

નિષ્ણાંતોના મતે, ઉપવાસ દરમિયાન, શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે, જે લીવરના ફેટી એસિડ અને મેટાબોલિઝમને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ઉપવાસ કરવાથી અનેક રોગોનો ખતરો પણ ઓછો થાય છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોન-આલ્કોહોલિક ફેટી લીવરના દર્દીઓને 3 મહિનાના ઉપવાસની સાથે દરરોજ વર્કઆઉટ કરાવવામાં આવે છે. આનાથી લીવરની ચરબી ઓછી થઈ અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધી. મતલબ કે લીવર ફિટ થઈ ગયું અને બ્લડ સુગર પણ હેલ્ધી લેવલ પર આવી ગયું. તમને જણાવી દઈએ કે ભારતમાં દર ચોથો વ્યક્તિ ફેટી લિવરનો શિકાર છે. આવી સ્થિતિમાં, નવરાત્રિ એ શરીરને ડિટોક્સિફાય કરીને તેને સ્વસ્થ બનાવવાનો શ્રેષ્ઠ અવસર છે.
 
ફેટી લીવર કેટલું જોખમી છે ?
1.ફેટી લીવર એ એક પ્રકારની તબીબી સ્થિતિ છે.
2. લીવરમાં ચરબી જમા થાય છે.
3. જો ચરબીને કાબૂમાં ન રાખવામાં આવે તો લીવરને નુકસાન થવાનો ખતરો રહે છે.
 
 ફેટી લિવર હોય તો કઇ રીતે સંકેત મળે છે ?

ભુખ ખુબજ ઓછી થઇ જાય છે 
આંખો પીળાશ પડતી થઇ જાય છે 
શરીરની ચામડી પણ પીળાશ પડતી થાય છે 
પેટમાં દુખાવાની તકલીફ થાય છે 
અતિશય થાક લાગવા લાગે છે 

આ પણ વાંચોઃ  આ 7 ટેવના કારણે શરીર બને છે પથરીનું ઘર, ભૂલ કરી તો તીવ્ર દુખાવા સાથે ઓપરેશન પાક્કું

કેમ થાય છે ફેટી લિવરની સમસ્યા ?

વાયરલ ઇન્ફેક્શન 
શરાબ અને સિગારેટનું વ્યસન 
વધુ પડતી દવાઓનો ઉપયોગ 
મેદસ્વીતા 
થાઇરોઇડ
અનિયમિત જીવનશૈલી 

 
કઇ રીતે રાખી શકાય લિવલને સ્વસ્થ 

કોલેસ્ટ્રોલ ઘટાડવું
વજન નિયંત્રણમાં રાખવું 
ગળપણવાળી વસ્તુઓનો મર્યાદીત માત્રામાં ઉપયોગ 
આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો 
ઓછી ચરબી હોય તેવા ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો 
વનસ્પતિ આધારિત ખોરાકનો વધુ ઉપયોગ કરો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ