બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 04:17 PM, 16 April 2022
ADVERTISEMENT
તમે ઘણી વાર જોયું હશે કે અમુક લોકો એવા હોય છે, જે તમારી સાથે વાત કરતા સમયે કે કોઈપણ સમયે આંગળીનાં ટચાકડા ફોડતા રહેતા હોય છે. અમુક લોકોને આવી ખરાબ આદત હોય છે. તેઓ શરૂઆતમાં તો રાહત મળતી હોવાથી આમ કરે છે, પરંતુ પછી ક્યારે આ આદત બની જાય છે, એ તેમને પણ ખબર પડતી નથી, પરંતુ શું તમને ખબર છે કે વાત વાત પર આંગળીઓનાં ટચાકડા ફોડવાથી તમને ગંભીર બીમારીના શિકાર બની શકો છો?
કેમ આવે છે અવાજ?
ડૉ. અબરાર મુલ્તાનીએ કાનાવ્યું કે બધા સાંધા વચ્ચે લુબ્રીકેશન માટે સીનોવિયાલ ફ્લૂઇડ હોય છે. જ્યારે આપણે આંગળીઓના ટચાકડા ફોડીએ છીએ, તો જોઈન્ટસ વચ્ચે રહેલું આ ફ્લૂઇડનો ગેસ રિલીઝ થાય છે અને અંદર બનવાવાળા બબલ્સ ફૂટે છે. બસ આ જ કારણ છે કે આંગળીનાં ટચાકડા ફોડવાથી અવાજ આવે છે. આ સાથે જ ફ્લૂઇડ હાડકાઓમાં એક પ્રકારે ગ્રીસીન્સનું કામ કરે છે, પરંતુ જ્યારે વારંવાર આંગળીનાં ટચાકડા ફોડવામાં આવે છે, તો આમ કરવાથી આ લીગામેન્ટ ઘટી જાય છે અને હાડકાઓ એકબીજા સાથે રાગડાય છે. આ કારણે હાડકાઓમાં કાર્બન ડાયોક્સાઈડ ભરાવા લાગે છે અને ધીરે ધીરે સાંધામાં દુખાવો શરુ થઇ જાય છે અને આ ગાંઠ બનવાનું પણ કારણ બની શકે છે. એટલા માટે વારંવાર આંગળીઓનાં ચટાકડા ફોડવા જોઈ નહી. આંગળીઓનાં સાંધા પર ખરાબ અસર થાય છે, જોઈન્ટસ ડેમેજ થાય છે, લીગામેન્ટ પણ ડેમેજ થાય છે અને જો ગાઉટને કારણે યૂરિક એસીડ વધે છે તો વધારે ડેમેજ થશે.
ADVERTISEMENT
સંધિવાની થઇ શકે છે સમસ્યા
વધારે વાર આંગળીના ટચાકડા ફોડવાથી અર્થરાઈટીસનો ખતરો રહે છે. વારંવાર આંગળીઓનાં ટચાકડા ફોડવાથી તેમની વચ્ચે બનનાર લીક્વીડ ઓછુ થવા લાગે છે અને જો તે પૂરું થઇ જાય છે, તો ધીરે ધીરે સાંધામાં દુખાવો શરુ થઇ જાય છે અને તે સંધિવાનું કારણ બને છે.
સોજાની થઇ શકે છે સમસ્યા
આંગળીઓનાં ટચાકડા ફોડવાથી જોઈન્ટસમાં સોજો પણ આવી શકે છે અને તે દુખાવાનું કારણ બને છે. આંગળીઓને માત્ર અડવાથી ત્યાં દુખાવો થવા લાગે છે.
સોફ્ટ ટીશ્યૂઝમાં પણ આવી શકે છે સોજો
આંગળીઓનાં ટચાકડા ફોડવાથી સોફ્ટ ટીશ્યૂઝમાં સોજો આવી શકે છે. કેલિફોર્નીયા યુનીવર્સીટીમાં આ વિષય પર રિસર્ચ દ્વારા જાણ થઇ કે જે લોકો પોતાની આંગળીઓના ટચાકીયા ફોડે છે, તેમના હાડકા સમય પહેલા જ નબળા પડી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.