બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The use of Moringa leaves relieves the problem of blood pressure

સ્વાસ્થ્ય / શિયાળામાં અમૃત સમાન છે સરગવો: ડાયાબિટીઝથી લઈને હાર્ટ માટે હેલ્ધી, જાણૉ કઈ રીતે કરશો સેવન

Pooja Khunti

Last Updated: 03:24 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of Moringa: મોરિંગાનાં પાનનાં ઉપયોગથી બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે. તેની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ હોય છે. જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

  • મોરિંગામાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે
  • મોરિંગાનાં સેવનથી હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે 
  • મોરિંગાનાં સેવનથી રક્ત પરિભ્રમણ સારું બને 

શાકભાજીનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. મોરિંગાનું શાક અથવા સંભાર ખુબજ સ્વાદિષ્ટ હોય છે. તેના નિયમિત સેવનથી તમે કેટલીક બીમારીઓથી બચી શકો છો. મોરિંગામાં વિટામિન C, વિટામિન E, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. 

ડાયાબિટીસ 
આજકાલ લોકો ડાયાબિટીસની સમસ્યાનાં શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે મોરિંગાનું સેવન કરવું જોઈએ. મોરિંગામાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. તેનાથી તમારું શુગર લેવલ નિયંત્રણમાં રહેશે. 

બ્લડ પ્રેશર 
મોરિંગાનાં સેવનથી હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. મોરિંગાનાં પાનનાં ઉપયોગથી બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે. તેની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ હોય છે. જે સ્નાયુઓને મજબૂત બનાવે છે. મોરિંગાનાં સેવનથી રક્ત પરિભ્રમણ સારું બને છે. સવારે મોરિંગાનાં ઉકાળાનું સેવન કરવું જોઈએ. તેનાથી દાંત પણ મજબૂત બનશે. 

વાંચવા જેવું: બીમારીઓથી મેળવવો છે છૂટકારો? તો રોજ રાત્રે સૂતા પહેલા આ ખાવાનું શરૂ કરો, થશે અનેક ફાયદા

હ્રદય માટે ફાયદાકારક 
આજકાલ હ્રદય રોગની સમસ્યાઓ વધી રહી છે. મોરિંગાનાં સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. મોરિંગામાં જોવા મળતા પોષક તત્વો પ્લાકના સંચયને અટકાવે છે.

ત્વચાને સ્વસ્થ રાખે 
મોરિંગાનાં સેવનથી તમારી ત્વચા સારી રહે છે. મોરિંગાની અંદર વિટામિન A, વિટામિન B અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. મોરિંગાનાં સેવનથી ખીલની સમસ્યા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ