બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / The state government has changed the rules of LRD recruitment exam

મહામથન / LRDના નવા નિયમથી ઉમેદવારોને ફાયદો કે નુકસાન! જાણો કેવી અસર પડશે?

Vishal Khamar

Last Updated: 10:23 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRDની ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર થયા છે. રાજ્ય સરકારે ફેરફારને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. ઉમેદવારો અત્યાર સુધી જે પેટર્નથી તૈયારી કરતા તેમાં ફેરફાર થયો હતો. લેખિત પરીક્ષાનું મહત્વ વધ્યું. શારીરીક કસોટીનું મહત્વ એકંદરે ઘટાડાયું.

  • LRDની ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર
  • લેખિત પરીક્ષાનું મહત્વ વધ્યું
  • શારીરીક કસોટીનું મહત્વ એકંદરે ઘટાડાયું

સરકારી ભરતી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિદ્યાર્થિઓ મહિનાઓથી તૈયારી કરતા હોય છે. દરેક ઉમેદવારનું સ્વપ્ન હોય છે કે તે સરકારી નોકરી માનભેર કરે. જો કે આ વખતે ચર્ચામાં કોઈ સરકારી નોકરી નહીં પણ સરકારી નોકરીની ભરતીના નિયમોમાં થયેલા ફેરફારની છે. વાત છે લોકરક્ષક દળની ભરતીની કે જેના નિયમોમાં મોટાપાયે ફેરફાર થયા છે. ભરતી પરીક્ષામાં જે ફેરફાર થયા તેની ચર્ચા તો આપણે કરીશું જ પણ મુદ્દો એ છે કે અત્યાર સુધી જે પેટર્નથી વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા તેમના ઉપર આ બદલાયેલી પેટર્નની અસર કેવી પડશે?. LRDની તૈયારી કરતો ઉમેદવાર અચાનક જ એવું જાણે કે હવે LRDની ભરતીમાં શારીરીક કસોટીનું ખાસ મહત્વ રહ્યું નથી તો એની તૈયારીનું શું. LRDની લેખિત પરીક્ષામાં ક્લાસ વન અધિકારી જેવા વિષય રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ તૈયારીની પદ્ધતિમાં કેવા ફેરફાર કરવા પડે.

  • 100 ગુણને બદલે 200 ગુણનું ઓબ્જેક્ટીવ MCQ ટેસ્ટ
  • શારીરીક કસોટીમાં હવે દોડના ગુણ નહીં આપવામાં આવે
  • બે કલાકને બદલે હવે 3 કલાકનું 200 ગુણની MCQ પરીક્ષા

LRDની ભરતીના નિયમોમાં કેવા ફેરફાર?
100 ગુણને બદલે 200 ગુણનું ઓબ્જેક્ટીવ MCQ ટેસ્ટ છે.  પાસ થવા ઓછામાં ઓછા 40% ફરજિયાત છે.  શારીરીક કસોટીમાં હવે દોડના ગુણ નહીં આપવામાં આવે છે.  દોડને માત્ર નિયત સમયમાં પૂરી કરવાની રહેશે. શારીરીક કસોટીમાં ઉમેદવારના વજનને ધ્યાને લેવાશે નહીં. શારીરીક કસોટી હવે માત્ર ક્વોલિફાઈંગ રહેશે તેના ગુણ નહીં અપાય. શારીરીક કસોટીમાં પાસ થનાર ઓબ્જેક્ટીવ ટેસ્ટ માટે લાયક ગણાશે. બે કલાકને બદલે હવે 3 કલાકનું 200 ગુણની MCQ પરીક્ષા રહેશે.  બે ભાગમાં પેપર રહેશે. પહેલા ભાગના 80 જ્યારે બીજા ભાગના 120 ગુણ રહેશે.

MCQમાં ક્યા વિષય?
રિઝનિંગ, ડેટા પૃથ્થક્કરણ
ગાણિતિક ઉકેલની ક્ષમતા
ગુજરાતી ભાષાની સમજ
ભારતનું બંધારણ
સાંપ્રત વિષય
વિજ્ઞાન-ટેકનોલોજી
સામાન્ય જ્ઞાન
ઈતિહાસ
સાંસ્કૃતિક વારસો
ગુજરાત અને દેશની ભૂગોળ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ