બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The state government accepted the plea before the court on the issue of noise pollution

સુનાવણી / લાઉડ સ્પીકરના નિયમો દરેક ધાર્મિક સ્થાનોમાં લાગુ પડશે, સરકારની મોટી જાહેરાત, કોર્ટમાં કરી આ કબૂલાત

Dinesh

Last Updated: 04:23 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મંજૂરી મેળવ્યા વિના રાજ્યમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરશો તો હવે કાર્યવાહી કરવામાં આવશે, આ નિયમો ધાર્મિક સ્થાનોમાં પણ લાગુ પડશે

  • ધ્વનિ પ્રદૂષણનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર
  • પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરશો થશે કાર્યવાહી
  • લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોમાં લાગુ પડશે


રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશે

રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો
લગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સર કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર કોઈ પણ જાતના નિતિ નિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મ્યુઝિક સિસ્ટમને કારણે  બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છે. ત્યારે જે સમગ્ર બાબતને લઈ હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે.

અગાઉ કોર્ટે ટકોર કરી હતી
અગાઉ રાજ્યમાં લાઉડ સ્પીકર અને Dj ધ્વનિ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે આ મામલો સરકારી એડવોકેટ જનરલે પણ ધ્વનિ પ્રદૂષણ એક સમસ્યા હોવાનું સ્વીકાર્યું હતું.  અરજદાર દ્વારા રિજોઈન્ડર દાખલ કરી સૂચનો આપવામાં આવ્યા  હતા. જેમાં અરજદારે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે તંત્ર સાથે લોકજાગૃતિ પણ જરૂરી જણાવ્યું હતું. GPCB ના જાહેરનામા મુજબ અવાજની લિમીટ લગાવવામાં આવે તેવી અરજદાર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ