બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / The sanctum sanctorum of Ram temple lit up with Surya Tilak

Ram Navmi 2024 / સૂર્યતિલકથી ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ, ભક્તોના જયઘોષથી અયોધ્યા નગરી બની રામમય"

Priyakant

Last Updated: 12:18 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navmi 2024 Latest News: રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું, બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણોથી લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું

Ram Navmi 2024 : આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તરફ હાલ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિને સુર્ય તિલક કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. 

રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચી છે.

અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડ્યા હતા. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થયા અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળ્યા હતા. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થયું છે. 

વધુ વાંચો : ભવ્ય રામધૂન, દૂધાભિષેક, સૂર્ય તિલક..., પ્રથમવાર અયોધ્યામાં કંઇક આ રીતે ઉજવાશે રામનવમી

આજના ખાસ પ્રસંગ માટે રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં 20 થી 22 દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ