બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:55 AM, 2 August 2021
ADVERTISEMENT
કોરોનાકાળને ધ્યાને રાખી સરકારે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં ખાસ ધોરણ 10 અને ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. પરંતું અગાઉ નાપાસ થયેલા એટલે કે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાંથી બાકાત રાખી તેમની ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઓગસ્ટના અંતમાં આવશે પરિણામ
શિક્ષણ વિભાગના આયોજન પ્રમાણે 12 ઓગસ્ટ સુધીમાં ધોરણ 10ના તમામ રિપીટર વિદ્યાર્થીના પેપરની ચકાસણી પૂર્ણ થઈ શકે છે. તેમજ તેના પછીના પખવાડિયામાં એટલે કે ઓગસ્ટના અંત સુધી પરીક્ષાના પરિણામની પણ જાહેરાત થઈ શકે છે. 12 ઓગસ્ટ પછી પરિણામને આખરી ઓપ આપી શિક્ષણ વિભાગની સાઇટ પર અપલોડ કરવાનું કામ થઈ શકે છે. જે બાદ ઓગસ્ટના અંત સુધીમાં ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી શકે છે.
12 ઓગસ્ટ સુધીમાં થઈ જશે પેપરની ચકાસણી
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. અત્યારે 100 જેટલા કેન્દ્રો પર પેપર ચકાસણીની કામગીરી થઈ રહી છે. પેપર ચકાસણીની કામગીરી લગભગ અત્યાર સુધી 50%થી ઉપર સુધીની પૂર્ણ કરી દેવાઈ છે.
કેટલા વિદ્યાર્થીએ આપી પરીક્ષા?
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીની જો વાત કરવામાં આવે તો 3,78,000 જેટલા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓ અને વાલી મંડળોએ કોરોનાકાળને ધ્યાને રાખી રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માટે માગણી કરી હતી. પણ તંત્રએ વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાનમાં રાખી તેમજ અન્ય હોંશિયાર વિધાર્થીના નુકશાનને ધ્યાનમાં લઈ માંગને જાકારો આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.