બ્રેકિંગ ન્યુઝ
VTV / The railway minister got emotional saying 'our responsibility is not yet complete'
Priyakant
Last Updated: 08:33 AM, 5 June 2023
ADVERTISEMENT
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. વાત જાણે એમ છે કે, રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને ગૂંગળાઇ ગયા હતા. આ તરફ ગળગળા અવાજ સાથે રેલ્વે મંત્રીએ કહ્યું કે, બાલાસોર રેલ દુર્ઘટના સ્થળ પર રેલ ટ્રેકના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (UP-DOWN) રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે. એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પછી તેણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલ્વે મંત્રીએ કહ્યું કે, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી.
ઓડિશા દુર્ઘટના વાળા રુટ પર 51 કલાક બાદ ચાલી ટ્રેન, રેલવે મંત્રીએ બે હાથ જોડી ભાવ વ્યક્ત કર્યો, જુઓ વીડિયો #Odisha #BalasoreTrainTragedy #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2023
Video: ANI / Twitter pic.twitter.com/RwHaJL2vFG
ADVERTISEMENT
અમારો ધ્યેય ગુમ થયેલા લોકોને શોધવાનો છેઃ રેલ્વે મંત્રી
રેલ્વે મંત્રીએ રડતાં રડતાં કહ્યું કે, અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના સંબંધીઓને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. તમને જણાવી દઈએ કે, બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યાં યુદ્ધના ધોરણે કામ ચોવીસ કલાક ચાલુ હતું. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે સતત હાજર રહ્યા હતા. સેંકડો રેલવે કર્મચારીઓ, કર્મચારીઓ રાહત બચાવ ટીમના ટેકનિશિયનથી માંડીને એન્જિનિયરો દિવસ-રાત કામ કરતા રહ્યા.
#WATCH | Balasore,Odisha:..."Our goal is to make sure missing persons' family members can find them as soon as possible...our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC
— ANI (@ANI) June 4, 2023
ક્ષતિગ્રસ્ત બોગીને શનિવારે રાત્રે જ હટાવી લેવામાં આવી
અકસ્માત બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાતી રહી. પાટા પર વિખરાયેલા બોગીઓને શનિવારે રાત્રે જ કિનારે હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી રવિવારે આખો દિવસ ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું હતું. આના પરિણામે અકસ્માતના 51 કલાક પછી જ આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને ટ્રેક યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે અપ અને ડાઉન બંને લાઇનના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ લાઇન અને અસરગ્રસ્ત ટ્રેક પરની ટ્રેનો ફરી એકવાર આગળ વધવા માટે તૈયાર છે.
Track linking of Up-line has been done at 16:45 hrs.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
Overhead electrification work started.
પહેલી ટ્રેન રવિવારે રાત્રે 10:40 વાગ્યે શરૂ થઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાલાસોરમાં જે સેક્શનમાં અકસ્માત થયો હતો, ત્યાં ભયાનક અકસ્માતના 51 કલાક પછી રવિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે પહેલી ટ્રેન દોડતી જોવા મળી હતી. રેલવે મંત્રીએ અહીંથી માલસામાન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. કોલસો વહન કરતી આ ટ્રેન વિઝાગ બંદરથી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ તરફ જઈ રહી છે. શુક્રવારે જે ટ્રેક પર બેંગલુરુ-હાવડા ટ્રેન દુર્ઘટના થઈ હતી તે જ ટ્રેક પર ટ્રેન મુસાફરી કરી રહી હતી. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, "ડાઉન લાઇન પર કામ પૂર્ણ, ટ્રેક પુનઃસ્થાપિત. સેક્શન પર પ્રથમ ટ્રેન દોડશે." ડાઉનલાઇન પુનઃસ્થાપિત થયાના માંડ બે કલાક પછી, અપલાઇન પણ અવરજવર માટે સંપૂર્ણપણે તૈયાર હતી.
Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
સમગ્ર વિભાગ પર રેલની અવરજવર સામાન્ય કરવાની યોજના
અકસ્માતગ્રસ્ત વિભાગની અપ લાઇન પર દોડનારી પ્રથમ ટ્રેન ખાલી માલ ટ્રેન હતી. આ એ જ ટ્રેક છે કે જેના પર કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં પ્રવેશતા પહેલા ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે"આ સેક્શનમાંથી ત્રણ ટ્રેનો નીકળી છે (બે ડાઉન અને એક અપ). આ સિવાય રાતોરાત લગભગ સાત ટ્રેનો અહીંથી પસાર થવાની યોજના હતી. આ રીતે આખા સેક્શન પર ટ્રેનોની અવરજવર નોર્મલાઇઝ્ડ કરવી પડશે.
Up-line train movement also started. pic.twitter.com/JQnd7yUuEB
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી થઈ ગયા ભાવુક
પોતાના સમગ્ર કામની માહિતી આપતાં રેલવે મંત્રી જે વાત પર રડ્યા તે ગુમ થયેલા લોકો વિશે છે. હકીકતમાં લગભગ 182 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સ્થિતિ એ છે કે હોસ્પિટલોના શબઘરો મૃતદેહોથી ભરેલા છે અને આ કાળઝાળ ગરમીમાં મૃતદેહોને સુરક્ષિત રાખવા પ્રશાસન માટે પડકાર બની ગયા છે. આ માટે શાળા અને કોલ્ડ સ્ટોરેજને શબઘરમાં ફેરવવામાં આવ્યું છે.
187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા
અકસ્માત બાદ બાલાસોરના શબઘરમાં જગ્યાના અભાવે એક શાળાને શબઘરમાં ફેરવવામાં આવી હતી. અહીં મૃતદેહોને ક્લાસમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ ઓડિશા સરકારે જિલ્લા મુખ્યાલય શહેર બાલાસોરથી 187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડ્યા હતા. જોકે અહીં પણ જગ્યાની અછતને કારણે શબઘર વહીવટ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. તેમાંથી 110 મૃતદેહોને ભુવનેશ્વર AIIMSમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના મૃતદેહોને કેપિટલ હોસ્પિટલ, આમરી હોસ્પિટલ, સમ હોસ્પિટલ વગેરેમાં રાખવામાં આવ્યા છે.
મૃતદેહોને કોફિન, બરફ અને ફોર્મલિનથી સુરક્ષિત રાખવામાં આવ્યા
AIIMS ભુવનેશ્વરના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અહીં મૃતદેહોને સુરક્ષિત રાખવા એ પણ અમારા માટે એક વાસ્તવિક પડકાર છે, કારણ કે અમારી પાસે મહત્તમ 40 મૃતદેહો રાખવાની સુવિધા છે. AIIMS સત્તાવાળાઓએ મૃતદેહોની ઓળખ ન થાય ત્યાં સુધી તેને સાચવવા માટે શબપેટીઓ, બરફ અને ફોર્મલિન રસાયણ મેળવ્યા છે. આ ગરમીની મોસમમાં મૃતદેહોને રાખવા ખરેખર મુશ્કેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.