બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / The new government is also Nitish's, the Chief Minister is also Nitish... So why did you have to resign?

બિહાર / નવી સરકાર પણ નીતિશની, મુખ્યમંત્રી પણ નીતિશ જ... તો રાજીનામું કેમ આપવું પડ્યું ?, જાણો

Priyakant

Last Updated: 04:58 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિશ કુમાર હવે આરજેડી સાથે સરકાર બનાવશે, જેથી નીતિશ કુમારે તેજસ્વી યાદવ સાથે રાજ્યપાલને મળી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

  • બિહારમાં એનડીએની જગ્યાએ મહાગઠબંધનની સરકાર બનશે 
  • હવે પ્રથમ સરકાર પડી જશે, પછી જ બીજી સરકાર બનશે
  • નીતિશ કુમાર સીએમ હશે પરંતુ તેમનું ગઠબંધન આરજેડી સાથે રહેશે

બિહારમાં એનડીએની જગ્યાએ મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા સુધી જેઓ ઉગ્ર રાજકીય વિરોધી હતા, થોડા અઠવાડિયા પહેલા તેમનું વલણ નરમ પડ્યું. બિહારમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે આ વખતે પણ નીતિશ કુમાર સીએમ હશે પરંતુ તેમનું ગઠબંધન આરજેડી સાથે રહેશે પરંતુ સરકારની ટોપી બદલતા પહેલા નીતિશ કુમારે રાજીનામું આપ્યું છે. 

રાજકીય નિષ્ણાતો મુજબ બિહારમાં મુખ્યમંત્રી ભલે એક જ હોય, પરંતુ મુખ્યમંત્રી બનાવનાર જૂથ બદલાઈ રહ્યું છે. જેને લઈ હવે પ્રથમ સરકાર પડી જશે, પછી બીજી સરકાર બનશે. એટલે કે, નીતીશ કુમારના રાજીનામાં બાદ નવા સમર્થકો પાસેથી સમર્થનનો પત્ર લેશે અને આગામી સરકાર બનાવવાનો દાવો કરશે. જેથી નીતિશ કુમારે રાજીનામું આપી ફરી આખી પ્રક્રિયા કરવી જ પડે. રાજકીય સૂત્રો મુજબ જો સરકારનું લેબલ બદલાઈ રહ્યું છે તો સરકાર કન્ટિન્યુટીમાં ચાલી શકે નહીં. 

 

એનડીએ સરકાર હવે મહાગઠબંધન સરકારના રૂપમાં હશે. અત્યાર સુધી વિપક્ષમાં બેઠેલા ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં આવશે. સત્તાધારી પક્ષમાં બેઠેલા ભાજપના ધારાસભ્યો હવે વિપક્ષનો હિસ્સો બનશે. આ માટે જરૂરી છે કે, વર્તમાન સરકાર રાજીનામું આપે અને નવી સરકાર શપથ લે. મુખ્યમંત્રી ભલે એક જ હોય પરંતુ તમામ વિધિઓ નવેસરથી કરવામાં આવશે એટલે કે, સરકાર બનાવવાનો દાવો, શપથ ગ્રહણ અને બહુમતી સાબિત કરવાની કવાયત બધું ફરી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ