બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The habit of keeping the mouth open while sleeping is dangerous

હેલ્થ / ખતરનાક છે ઊંઘતા સમયે મોઢું ખુલ્લુ રાખવાની ટેવ! હોઈ શકે છે અનેક સમસ્યાઓ

Pooja Khunti

Last Updated: 01:13 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો રાત્રે ઊંઘતા સમયે મોં ખુલ્લુ રાખીને ઊંઘે છે. આવા લોકો જ્યારે સૂઈ જાય છે ત્યારે તેઓ નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. જાણો મોંથી શ્વાસ લેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

  • વધુ પડતાં શ્વાસની સમસ્યા 
  • લોહીનું PH સ્તર બગડી શકે 
  • ઊંઘની ગુણવત્તાને અવરોધે છે

દરેક વ્યક્તિની ઊંઘવાની આદત અલગ-અલગ હોય છે. અમુક લોકો રાત્રે ઊંઘતા સમયે મોં ખુલ્લુ રાખીને ઊંઘે છે. આવા લોકો જ્યારે સૂઈ જાય છે ત્યારે તેઓ નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. માનવ શરીરમાં શ્વસન માટે બે બાહ્ય માર્ગો છે. પહેલું છે નાક અને બીજું મોં. નાકનું મૂળ કાર્ય શ્વાસ લેવાનું છે, પરંતુ કેટલાક લોકો રાત્રે સૂતી વખતે નાક દ્વારા શ્વાસ લેવાનું બંધ કરી દે છે. તેના બદલે, તેઓ મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. જાણો મોંથી શ્વાસ લેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે. 

મોંથી શ્વાસ લેવાના સામાન્ય કારણો

  • શરદી અને ઉધરસમાં નાક બંધ થવાના કારણે.
  • જ્યારે તમને સ્લીપ એપનિયા હોય. 
  • કાકડાની સમસ્યા. 
  • તણાવ અને ચિંતા હેઠળ.
  • અતિશય શ્વાસની તકલીફને કારણે.

વાંચવા જેવું: શું તમને પણ છે ઊંઘમાં બોલવાની ટેવ છે? હોઈ શકે છે આ બીમારી, જાણો શું છે ઈલાજ

મોંથી શ્વાસ લેવાથી શું તકલીફ થઈ શકે  

વધુ પડતાં શ્વાસની સમસ્યા 
જ્યારે તમે મોં દ્વારા શ્વાસ લો છો, ત્યારે હવા કોઈ પણ ફિલ્ટર વિના સીધી અંદર જાય છે. જે તમને વધુ પડતા શ્વાસનો શિકાર બનાવી શકે છે.

લોહીનું PH સ્તર બગડી શકે 
જ્યારે તમે મોં દ્વારા શ્વાસ લો છો ત્યારે તમારા લોહીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર બગડે છે. જેના કારણે તમારા લોહીનું PH સ્તર પણ બગડે છે.

શરદી અને ઉધરસ 
જો તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો નાક દ્વારા શ્વાસ લેવાથી ઝડપી રાહત મળે છે. જ્યારે મોં દ્વારા શ્વાસ લેવાથી આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે. 

વજન
જો તમે વર્કઆઉટ કરતી વખતે તમારા મોં દ્વારા શ્વાસ લો છો, તો તમને વજન ઘટાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઊંઘની ગુણવત્તાને અવરોધે છે
સૂતી વખતે તમારું શરીર રિકવરી મોડમાં જાય છે. જેમાં જો તમે મોં દ્વારા શ્વાસ લો છો, તો તે ઊંઘની ગુણવત્તાને અવરોધે છે. જો તમે ઇચ્છો છો કે તમારું શરીર દિવસભરના ઘસારોમાંથી યોગ્ય રીતે બહાર આવે, તો આ માટે તમારે સૂતી વખતે તમારા નાક દ્વારા શ્વાસ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ