ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ભયંકર પાયમાલી ફેલાવી રહી છે, દેશમાં પહેલાથી જ ઓક્સિજન, દવાઓ, બેડ વગેરેની અછત પડી રહી છે.
કોરોનાના કેસ વધતાં સરકારની ચિંતા વધી છે
રશિયાની રસી સ્પુટનીક વીને મંજૂરી અપાઈ ચૂકી છે
કોરોના સામે ભારતમાં મંજૂર થયેલ આ ત્રીજી રસી છે
હાલમાં સરકાર દ્વારા મોટા ભાગની વસ્તીનું રસીકરણ કરીને અન્ય દેશોની માફક હર્ડ ઇમ્યુનિટી મેળવીને કોરોનાથી મુક્તિ મેળવવાનું આયોજન છે, આ સ્થિતિમાં મોદી સરકારને રાહત થાય તેવી ખબર આજે આવી છે, ભારતના સૌથી જૂના મિત્ર દેશ રશિયાએ તેની મિત્રતાનો વધુ એક પુરાવો આપ્યો છે, આજે ભારતને તેની વેક્સિન સ્પુટનીક વીનો પહેલો જથ્થો મળી ગયો છે.
મહત્વનું છે કે ભારતમાં 169 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું હતું, અને સરકાર દ્વારા શરૂઆતમાં કોવિશિલ્ડ તેમજ કોવાકસિન દ્વારા આ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી હતી, જો કે પછીથી દેશમાં રસીકરણના વિવિધ તબક્કાઓની વચ્ચે ચીનની વેક્સિન વોરનો સામનો કરવા માટે મોદી સરકાર દ્વારા વેક્સિન મૈત્રી નામે ડિપ્લોમસી શરૂ કરવામાં આવી હતી, અને કરોડો ડોઝને વિદેશોમાં ફ્રી સહાય તરીકે અથવા સાવ ન્યૂનતમ કિંમતે આપવામાં આવ્યા હતા, જો કે પછીથી ભારતમાં જ વેક્સિનના કાચા માલની અછત સર્જાતા, તેમજ કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ વધુ વિકટ બનતા રસીકરણ પર ભાર મૂકવો જરૂરી બની ગયો હતો, અમેરિકાએ કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા ભારતની કંપનીઓ પર માટે રસીની વધુ ડિમાન્ડને પૂરી કરવા માટે મોટી માત્રામાં ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું હતું, ત્યારે ત્રીજા વિકલ્પ તરીકે ભારતમાં રશિયાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી.
રશિયાએ મોકલી સ્પુટનીક વી
મહત્વનું છે કે ભારતની હાલની કોરોનાની ગંભીર આપદા વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા મદદની માંગણીનો પડઘો મિત્રદેશ રશિયાએ ઝીલી લીધો હતો અને થોડા દિવસ પહેલા જ મેડિકલ ઉપકરણો, દવાઓ સહિતની 22 ટનની રાહત સામગ્રી ભારત મોકલી આપી હતી, પીએમ મોદીએ આ મામલે રશિયન પ્રમુખનો આભાર માન્યો હતો, ત્યારે પણ રશિયન રસીની ભારત મોકલવા મુદ્દે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. રશિયન રસી સ્પુટનિક વીનો પ્રથમ જથ્થો આજે ભારત પહોંચ્યો છે. શનિવારે બપોરે 4 વાગ્યે રશિયન વિમાન 1.5 લાખ ડોઝ લઇને હૈદરાબાદમાં ઉતર્યું હતું. આ સાથે, દેશને કોરોના સામે ત્રીજી વેક્સિન મળી છે. આજે, દેશમાં રસીકરણનો 18+ લોકો માટે નવો તબક્કો શરૂ થયો છે, જે સ્પુટનિક વી ના આગમનથી ઝડપી બનશે.
કોવિશિલ્ડ અને કોવાકસિનનો ઉપયોગ ચાલુ છે
કોરોના સામે યુદ્ધ ભારતમાં કોવિશિલ્ડ અને કોવાકસિન સાથે રસીકરણ ચાલુ છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્પુટનિક-વીની પ્રથમ બેચ આ અભિયાનને વેગ આપશે. તમને જણાવી દઈએ કે ભારતે તાજેતરમાં રશિયન રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.
Sputnik-V vaccine will add to India's arsenal to fight the pandemic. This third option will augment our vaccine capacity & accelerate our vaccination drive. This is the 1st consignment of 1.5 lakh doses of Sputnik-V vaccine with millions of doses to follow: MEA
સ્પુટનિક વી હ્યુમન એડેનો વાઈરલ વેક્ટર પર આધારિત છે, દુનિયાની ત્રણ રસીમાંથી આ પણ એક (અન્ય બે ફાઇઝર અને ફાઇઝર અને મોડર્ના રસી)રસી છે જેમની કોરોના વાયરસ સામે 90 ટકાથી વધુ અસરકારકતા છે, જે સાર્સ-કોવ -2 દ્વારા થાય છે. તેને 12 એપ્રિલના રોજ ભારતમાં નિયમનકારી મંજૂરી અથવા કટોકટીના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.