ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The First Information Received From Swiss Bank

Black Money / સ્વિસ બૅન્ક તરફથી મળી ભારતીયોના ખાતાની જાણકારી, ધનકુબેરોનો થશે પર્દાફાશ?

Published By: vtvAdmin

Last Updated: 09:36 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે સ્વિસ બેંકોમાં નાણાં રાખનારા ભારતીયોના ખાતા સાથે સંબંધિત માહિતી મેળવવાની શરૂઆત કરી દીધી છે. સ્વિટ્ઝર્લન્ડે આ મહિનામાં પહેલી વાર સ્વચાલિત વ્યવસ્થા હેઠળ કેટલીક માહિતી ભારતને મોકલી છે.

ADVERTISEMENT

ભારતને મળેલી પ્રથમ રાઉન્ડની માહિતીનું વિશ્લેષણ કરવાની તૈયારી ચાલી રહી છે અને એવો અંદાજ છે કે ખાતાધારકોની ઓળખ નક્કી કરવા માટે પૂરતી સામગ્રી ઉપલબ્ધ રહેશે. બેંકો અને નિયમનકારી સંસ્થાઓના અધિકારીઓએ કહ્યું કે આ માહિતી મુખ્યત્વે ખાતાઓ સાથે સંબંધિત છે, જેને કાર્યવાહીના ડરથી લોકોએ પહેલાથી બંધ કરી દીધા છે.

બેંક અધિકારીઓએ કહ્યું કે, સ્વિટ્ઝર્લન્ડની સરકારના નિર્દેશ પર ત્યાની બેંકોએ ડેટા એકઠો કર્યો અને ભારતને સોંપ્યો છે. જેમાં દરેક ખાતામાં લેણ-દેણનું પૂર્ણ વિવરણ કરવામાં આવ્યું છે. જે 2018માં એક દિવસ પણ સક્રિય રહ્યા હોય. તેમણે કહ્યું કે, આ ડેટા તે ખાતામાં અપ્રગટ સંપત્તિ રાખનારા વિરૂદ્ધ ચોક્કસ મુકદમો તૈયાર કરવામાં ખુબ જ મદદરુપ થઇ શકે છે. જેમાં જમા, હસ્તાંતરણ તથા પ્રતિભૂતિ તથા અન્ય સંપત્તિ શ્રેણિયોમાં રોકાણથી મળેલ આવકની સંપૂર્ણ જાણકારી આપી છે. 

NRI બિઝમેન સાથે જોડાયેલ ખાતા

કેટલાક બેંક અધિકારીઓ અને નિયમનકારી અધિકારીઓના નામ ગુપ્ત રાખવાની વિનંતીની સાથે કહ્યું છે કે, આ જાણકારી મુખ્ય રીતે દક્ષિણ એશિયાઇ દેશો, અમેરિકા, બ્રિટન, કેટલાક આફ્રિકન રાષ્ટ્રો તથા દક્ષિણી અમેરિકન દેશોમાં રહેતા એનઆરઆઈ ભારતીય સહિત વેપારીઓ સંબંધિત છે. બેંક અધિકારીઓએ માન્યું કે, ક્યારેય પૂર્ણ રીતે ગુપ્ત રહેલ સ્વીસ બેંક ખાતા વિરૂદ્ધ વૈશ્વિક સ્તર પર અભિયાન બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખાતામાંથી મોટા પ્રમાણમાં પૈસા કાઢવાવામાં આવ્યા છે અને કેટલાય ખાતાઓ બંધ રહ્યા. 

મોટી સંખ્યામાં આ લોકોના છે ખાતા

આ ખાતા મોટી સંખ્યામાં એ લોકોના છે જેને ઓટો કોમ્પોનેન્ટ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ, ડાયમંડ તથા જ્વેલરી અથવા સ્ટીલ પ્રોડક્ટ્સનો વેપાર છે. નિયમનકારી અધિકારીએ કહ્યું કે, સ્વીસ બેંક દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારીના વિશ્લેષણમાં તે સૂચનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે રાજકીય સંપર્ક રાખનારા લોકો સાથે જોડાયેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Swiss Bank Swiss Bank Information India black money swiss bank black money ગુજરાતી ન્યૂઝ સ્વિટ્ઝર્લેન્ડ સ્વિસ બેંક Black money

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ