ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The famous saint Mahamandleshwar Haricharandasji of Saurashtra passed away

બ્રહ્મલીન / સૌરાષ્ટ્રના જાણીતા સંત મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા, આવતી કાલે અપાશે મુખાગ્ની

Published By: ParthB

Last Updated: 09:56 AM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ આજ રોજ બ્રહ્મલીન થયા છે.આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ADVERTISEMENT

  • સૌરાષ્ટ્રના સંત હરિચરણદાસજી દેવલોક પામ્યા
  • હરિચરણદાસજી બાપુને શ્વાસ લેવામાં તકલીફ હતી
  • આવતીકાલે નર્મદાના ગોરા પાસે થશે અંતિમવિધી

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ સંત હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શને આવી પહોંચ્યા છે. આજે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.

દેશ વિદેશના અનુયાયીઓમાં શોકનું મોજું છવાયું 

હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા હતા. બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તેમના દીર્ઘાયું માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી.

હરિચરણદાસજી બાપુને શ્વાસ લેવામાં તકલીફ હતી

થોડા દિવસથી મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર હતી. મળતી માહિતી પ્રમાણે, તેઓની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી. જે અંગેની સારવાર ચાલી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત હતી. થોડા દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.

ઘણો લાંબો સમય ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1956માં ગોંડલ આવ્યા

ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ 1954માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે. 

શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ તરફથી દર્દીઓને અપાતી સેવા રૂપી રાહત

હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે,  તેમજ  હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઇ છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Haricharandasji Saurashtra gujarat passed away ગુજરાતી ન્યૂઝ દેવલોક સૌરાષ્ટ્ર હરિચરણદાસજી મહારાજ Saurashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ