બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The exercise to re-fly the sea-planes closed for 2 years has started

પ્રોજેક્ટ / 2 વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં ઉડશે સી-પ્લેન! જુઓ રાજ્ય સરકારે શું તૈયારીઓ શરૂ કરી, તૈયાર કર્યો આ પ્લાન

Malay

Last Updated: 12:21 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે 2 વર્ષથી બંધ સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ કરી છે. પ્રોજેક્ટ માટે સ્ટેટ એવિએશનના બજેટમાંથી ખર્ચ નહીં કરવામાં આવે, સરકારે બેંકો પાસેથી ઓછા વ્યાજની લોન લેવાનું નક્કી કર્યું છે.

 

  • 2 વર્ષથી બંધ સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ
  • નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી
  • પ્રોજેક્ટ માટે સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરવામાં આવે ખર્ચ 

અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. ત્યારે 2 વર્ષથી બંધ સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પહેલીવાર સી પ્લેનના સમગ્ર પ્રોજેક્ટ પર બેંકો પાસેથી ઓછા વ્યાજે લોન લેવાનું નક્કી કર્યું છે. 

સી-પ્લેન ઉડાવવા તૈયારી શરૂ
નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે ન્યૂ બ્રાન્ડ સી પ્લેન ખરીદવામાં રસ લીધો છે. આ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે MoU થયા છે, જેમાં સી પ્લેનથી લાવવાની માંડીને સમગ્ર પ્રોજેક્ટ રન કરવા કેટલો ખર્ચ થશે તેની પ્રપોઝલ પણ તૈયાર કરાઈ છે. સાથે આ માટે ખર્ચ સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરાય. આ માટે બેંક પાસેથી ઓછા વ્યાજે પૈસા લેવાનું નક્કી કરાયું છે. જોકે, કેટલા રૂપિયા લેવાશે તે હજુ નક્કી કરાયું નથી.

રાજ્ય સરકાર કરી શકે સંચાલન
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રા. કંપની લિ. દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, કોઈ એજન્સીએ રસ ન દાખવતા રાજ્ય સરકારે સંચાલન કરવાનું નક્કી કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ