બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / The doors of ODI World Cup are open for these 3 players of Team India, great opportunities can be found

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના આ 3 ખેલાડીઓ માટે ODI વર્લ્ડકપના દરવાજા ઓપન, મળી શકે છે શાનદાર મોકો

Megha

Last Updated: 04:18 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સમાં શિખર ધવન કેપ્ટન બનવાનો હતો પણ તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એમ છતાં આ ખેલાડીઓ માટે ODI વર્લ્ડ કપ 2023ના દરવાજા હજુ બંધ થયા નથી.

  • એશિયન ગેમ્સમાં પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું 
  • ભારતની B ટીમની BCCIએ જાહેરાત કરી છે
  • આ ખેલાડીઓ માટે ODI વર્લ્ડ કપ 2023ના દરવાજા હજુ ખુલ્લા છે 

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપ 2023માં 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમીને તેના અભિયાનની શરૂઆત કરશે. એ સાથે જ એ પણ નોંધનીય છે કે 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભારતની B ટીમ ભાગ લેશે. BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમની પાસેથી એશિયન ગેમ્સમાં રમવાની આશા હતી પરંતુ એ ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં તે ખેલાડીઓને ODI વર્લ્ડ કપ 2023માં તક મળી શકે છે. આ ખેલાડીઓ માટે ODI વર્લ્ડ કપ 2023ના દરવાજા હજુ બંધ થયા નથી. 

આ ઓપનર માટે હજુ પણ દરવાજા ખુલ્લા છે 
એશિયન ગેમ્સમાં શિખર ધવન કેપ્ટન બનવાનો હતો પણ તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં ભારતીય મિડલ ઓર્ડરના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે. સાથે જ બેવડી સદી ફટકાર્યા પછી ઇશાન કિશન કંઈ ખાસ બતાવી શક્યો નથ. શુભમન ગિલ હાલમાં ODIમાં કેપ્ટન રોહિત શર્મા સાથે છે, પરંતુ શિખર ધવનને ODI વર્લ્ડ કપ 2023માં બેક-અપ ઓપનર તરીકે જગ્યા મળી શકે છે.  જણાવી દઈએ કે ધવનનો આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર રેકોર્ડ છે. 

આ ખેલાડી જગ્યા બનાવવા માટે પ્રબળ દાવેદાર 
શુભમન ગીલે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ઓપનિંગની જગ્યા મજબૂત કરી છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન માટે ODI વર્લ્ડ કપમાં ઓપનર તરીકે ખૂબ જ મુશ્કેલ છે. કેએલ રાહુલ અને ઋષભ પંત ઈજાગ્રસ્ત છે. ઈશાન વિકેટ કીપર બેટ્સમેન તરીકે ઓડીઆઈ વર્લ્ડ કપમાં જગ્યા બનાવી શકે છે કારણ કે તેને એશિયન ગેમ્સમાં તક મળી નથી, પરંતુ બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન કિશન સારૂ પ્રદર્શન કરી શક્યો નથી અને તે એક રન બનાવી શક્યો નથી. વનડેમાં એક અડધી સદી લગાવી શક્યો છે ઈશાને ભારત માટે 14 વનડેમાં 510 રન બનાવ્યા છે. 

આ ખેલાડીને લોટરી લાગી શકે છે 
મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની જગ્યા ODI વર્લ્ડ કપમાં ઝડપી બોલિંગ માટે જગ્યા પાકી લાગી રહી છે. બીજી તરફ જો જસપ્રીત બુમરાહ ODI વર્લ્ડ કપ માટે ફિટ થઈ જશે તો તેનું રમવાનું નિશ્ચિત છે, પરંતુ જો તે ફિટ નહીં હોય તો તેની જગ્યાએ કોણ લેશે? આ સૌથી મોટો પ્રશ્ન છે. ઉમરાન મલિક તેનો મોટો દાવેદાર બની શકે છે. તેને એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું નથી. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટી-20 બંને શ્રેણીમાં તક મળી. તેણે ભારત માટે 8 વનડેમાં 13 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ