ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The direction of the Tauktae Cyclone changed and the speed increased

આફત / તૌકતે પર મોટા સમાચાર : વાવાઝોડાએ ફરીથી બદલી નાંખી દિશા અને વેગ થયો પ્રચંડ, ગુજરાત માટે ટેન્શન વધ્યું

Published By: Parth

Last Updated: 08:53 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં તૌકતે નામક સંભવિત વાવાઝોડાનું સંકટ દેખાઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડાએ સમુદ્ર પોતાની ઝડપમાં વધારો કર્યો છે.

ADVERTISEMENT

  • તૌકતે વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર
  • વાવાઝોડાની ઝડપમાં થઈ રહ્યો છે વધારો
  • તૌકતે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે

પોરબંદર, અમરેલી અને મહુવા વચ્ચેથી પસાર થશે વાવાઝોડું 

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

તૌકતે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે

તૌકતે વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વાવાઝોડાએ ઝડપમાં વધારો કર્યો છે અને આવતીકાલ સવાર સુધીમાં વાવાઝોડું ગુજરાત પહોંચી શકે છે. હાલમાં આ વાવાઝોડું દક્ષિણ મુંબઈથી 150 કિમી દૂર છે તથા વાવાઝોડાની દિશામાં પણ ફેરફાર ઓજવા મળ્યો છે. તૌકતે વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાઈ ગયું છે. 

વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. 

 

ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'

સોમવાર સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae Live tauktae cyclone tauktae cyclone news gujarati તૌકતે tauktae Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ