બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kishor
Last Updated: 07:50 AM, 15 November 2023
દિવાળીના તહેવારમાં જ ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં શિયાળાના આગમનની છડી પોકારતી ગુલાબી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમા ઠંડીનો ચમકારો વધતા તાપણા તૈયાર રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજના હવામાના આંકડાની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે વડોદરા 18 ડિગ્રી, ડિસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 19 ડિગ્રી અને નલીયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા વધી
વધુમાં બનાસકાંઠામાં 17 ડિગ્રી અને સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી બાજુ ઠંડીનો ચમકારો અનુભવાતા મોર્નિંગ વોકમાં નીકળતા લોકોની સંખ્યામા પણ વધારો નોંધાયો છે. બાગ બગીચાઓમાં મોર્નિંગ કરતા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. સાથે સાથે જીમ-અખાડાઓમાં પણ લોકોની સંખ્યામાં વધારો થવાના છે. શિયાળાના શરૂઆતની સાથે જ લોકો હેલ્થ પર વધુ ધ્યાન રાખતા હોય છે જેના ભાગરૂપે હવે મોર્નીંગ વોકર્સ પણ વધ્યા છે. ખાસ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, રાજકોટના રેશકોર્ષ પર મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા વધી છે.
સૌથી કાતિલ ઠંડી નલિયામાં જ પડે છે
રાજ્યમાં ઠંડીના ઈતિહાસની સૌથી કાતિલ ઠંડી પણ નલિયાના નામે જ નોંધાયેલી છે. સૌથી વધુ ઠંડી નલિયામાં અને ઓછી ઠંડી લગભગ ઓખા પંથકમાં પડે છે. નલિયામાં 2012ની 1 જાન્યુઆરીએ 3.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોંકવાનારી વાત એ છે કે, એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ વાગ્યા આસપાસનું હતું. એનાથી પણ થોડા દૂરના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1964માં 11મી ડિસેમ્બરે નલિયામાં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઈતિહાસમાં સૌથી ઓછું તાપમાન તરીકે નોંધાયેલું છે.
નલિયામાં કેમ સૌથી વધુ ઠંડી પડે છે
આ પ્રદેશ એકદમ ખુલ્લો છે જે ઉત્તર દિશામાં આવેલો છે એટલે જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષા ની સીધી અસર જોવા મળે છે ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે જલ્દી ઠંડી પકડી લે છે રણ વિસ્તાર ખલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે ક્ચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નિચે જાય છે.
નલિયામાં ગોઠવાયું છે થર્મોમીટર
સમાચાર અને દૈનિકોમાં નલિયા નું જ તાપમાન સહુ થી નીચું રહે છે તેમ બતાવવામાં આવે છે પરંતુ ખરેખર તાપમાન માપતું થર્મોમીટર નલિયા માં જ ગોઠવેલું છે આજુબાજુ ના વિસ્તારો માં થર્મોમીટર ગોઠવાયેલ નથી. જેથી આપણને નલિયાનું જ તાપમાન મળે છે. અન્ય વિસ્તારોનું નહી. માટે શક્ય છે આજુબાજુ ના અન્ય વિસ્તારોમાં હજુ પણ નલિયા કરતા પણ તાપમાન હજુ પણ નીચું હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો