બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The atmosphere of celebration across the country, d. Rain forecast in this area including Gujarat samachar supar fast news

2 મિનિટ 12 ખબર / દેશભરમાં જશ્નનો માહોલ, દ. ગુજરાત સહિત આ વિસ્તારમાં વરસાદની આગાહી, GPSCએ ભરતીની કરી જાહેરાત

Dinesh

Last Updated: 11:40 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે, આજે દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી

દેશની આઝાદીના 76 વર્ષ પૂર્ણ થવાના છે. આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર સમગ્ર દેશ દેશભક્તિથી ભરેલો છે. આ સાથે દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો છે. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ છે અને અહીં લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરવાના છે. આ વડાપ્રધાન મોદીનું સતત 10મા સ્વતંત્રતા દિવસનું સંબોધન.

15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી ભારતની આઝાદી માટે, કારણ છે રસપ્રદ |  independence day know reason to celebrate on 15-august

 હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે. હાલ તો રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી ભારે વરસાદ નહિ પડે. રાજ્યમાં અત્યાર સુધી 93 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે 15 મી ઓગસ્ટે રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. 

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હાલ ઓક્સોટ્રફ નબળુ હોવાને કારણે વરસાદની શક્યતા ઓછી છે. હજુ થોડા દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હાલ વરસાદને લઈને કોઈ ચેતવણી પણ નથી. કોઈકોઈ સ્થળોએ છુટોછવાયો વરસાદ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે 2014માં દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ દરેક નીતિ ઘડતરમાં – “નેશન ફર્સ્ટ”નો ભાવ અડગ રાખ્યો છે. દેશમાં વિકાસની રાજનીતિનો એક નવો ઈતિહાસ વડાપ્રધાનએ નવ વર્ષમાં રચ્યો છે. 

GPSC Recruitment Notification : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1 અને વર્ગ 2ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવી છે. DySPની 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. જ્યારે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, ઉમેદવારો 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

Gandhinagar news : Recruitment notification for 388 posts of GPSC Class-1 & 2

ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે, વરસાદને કારણે રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક નોંધાઈ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

74.24 percent water storage in major 207 dams of Gujarat due to rain

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 21 વર્ષીય પરણીતાએ પોતાની અંગતપળોના લાઈવ વીડિયો માટે મજબૂર કરનારા પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા 27 વર્ષીય પતિ, 46 વર્ષીય સસરા અને સાસુની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓના ઘરેથી તેમના મોબાઈલ ફોન, વેબકેમ, ટ્રાઈપોડ, ડીવીઆર, સેકસ ટોયઝ, પોર્નોગ્રાફી સમયે વાપરવામાં આવતા કપડાં સહિતની વસ્તુઓ કબજે કરી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

 Rajkot news father-in-law made a live porn video 10 times

માર્ચ-2020માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-2021માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે ઘરે કોરોનાએ આતંક ફેલાવ્યો હતો. સ્મશાનગૃહોની ચીમની સુધ્ધાં મૃતદેહોના અગ્નિસંસ્કારના પગલે પીગળી જતી હતી. અનેક નામાંકિત ડોક્ટરોનો કોરોનાએ ભોગ લેતાં ખાનગી હોસ્પિટલો તો ઠીક ખાનગી દવાખાનાં પણ ઉજ્જડ ભાસતાં હતાં. તેવા સમયે મ્યુનિ. કોર્પોરેશનનાં 82 અર્બન હે‌લ્થ સેન્ટરો તેમજ 12 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોએ પ્રજાનો સાથ મક્કમતાથી નિભાવ્યો હતો. દર્દીઓને ઘરઆંગણે તાવ, શરદી, ખાંસી સહિતના રોગની સારવાર પૂરી પાડવા તંત્રે ખાસ ધન્વં‌તરિ રથ સેવા શરૂ કરી હતી. 

100 Muni together before Diwali in Ahmedabad. Health wellness centers will boom

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે દેશના 77માં સ્વતંત્રતા દિવસ પર હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ દિવસ આપણા બધા માટે ગર્વ અને પવિત્ર છે. ચારેબાજુ ઉત્સવનું વાતાવરણ જોઈને હું ખૂબ જ ખુશ છું.રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિઓ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ. તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો સમુદાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જાતિ, સંપ્રદાય, ભાષા અને પ્રદેશ ઉપરાંત આપણા પરિવાર અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી આપણી એક ઓળખ છે, પરંતુ આપણી એક ઓળખ છે જે આ બધાથી ઉપર છે અને તે છે આપણી ઓળખ ભારતના નાગરિક તરીકે.

President Murmu addressed the nation on the eve of the Independence Anniversary

હાલમાં દેશમાં ચંદ્રયાન-3ની ચર્ચા ચાલી રહી છે. તે આ મહિને ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન ઈસરોનું 'સૂર્યયાન' પણ તૈયાર છે. ચંદ્રના અભ્યાસના મિશનની સાથે ઈસરોએ હવે સૂર્યને સમજવાની દિશામાં એક પગલું ભર્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટેનું 'આદિત્ય-એલ1' મિશન પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહ્યું છે.ભારતની નજર હવે સૂર્ય પર છે. ચંદ્ર પર ત્રીજું ચંદ્રયાન મોકલ્યા બાદ હવે સૂર્ય મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આદિત્ય-એલ 1 ઉપગ્રહ બેંગ્લોરમાં યુઆરએસસીમાં બનાવવામાં આવ્યો છે અને તેને શ્રીહરિકોટા મોકલવામાં આવ્યો છે. આદિત્ય-L1 મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. અહીં હવે તેને રોકેટમાં સ્થાપિત કરવામાં આવશે.

After Chandrayaan, now mission 'Suryayaan', ISRO shared pictures

ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને Nafedને 15 ઓગસ્ટ, 2023 થી એટલે કે આજેથી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. NCCF અને Nafed દ્વારા દિલ્હી-NCRમાં ટામેટાંનું છૂટક વેચાણ 14 જુલાઈ 2023 થી શરૂ થયું. ઓગસ્ટ, 2023માં 13 ઓગસ્ટ, 2023 સુધી બંને એજન્સીઓ દ્વારા કુલ 15 લાખ કિલો ટામેટાંની ખરીદી કરવામાં આવી હતી, જે દેશના મુખ્ય ટમેટા વપરાશ કેન્દ્રો પર છૂટક ગ્રાહકોને પૂરા પાડવામાં આવ્યા હતા. આ સ્થળોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન (જયપુર, કોટા), ઉત્તર પ્રદેશ (લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ) અને બિહાર (પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સર)નો સમાવેશ થાય છે.

Tomato prices: From August 15, tomatoes will be sold at Rs 50 per kg, NCCF and NAFED inform

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વેસ્ટઈન્ડિધના સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 61 રનોની ઈનિંગ રમી. જોકે તેમની ઈનિંગ ભારતને જીક ન અપાવી શકી. પરંતુ સૂર્યાએ આ વર્ષે એક વખત ફરી ટી20માં 1000 રનોનો આંકડો પાર કરી લીધો છે. ગયા વર્ષે પણ સૂર્યાએ આ કામ કર્યું હતું. સૂર્યા ટી20માં બે વર્ષમાં સતત 1000 રનોનો આંકડો પાર કરનાર બીજા ભારતીય ખેલાડી બન્યા. તેના પહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 2019 અને 2020માં સતત ટી20 માં 1000થી વધારે રન બનાવ્યા હતા. હવે સૂર્યા આ રેકોર્ડ બનાવનાર બીજા ખેલાડી થઈ ગયા છે. 

suryakumar yadav become 2nd indian player to score 1000 plus runs

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ