બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / The app claims to teach English like Shashi Tharoor: MP says, I will file a case

નારાજગી / શશિ થરૂર જેવુ અંગ્રેજી શીખવાડવાનો આ ઍપનો દાવો : સાંસદ બોલ્યા, હું કેસ કરીશ અને...

Kinjari

Last Updated: 12:54 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સાંસદ શશી થરૂરને તેમના જબરદસ્ત અંગ્રેજી માટે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. એક મોબાઇલ ઍપ શશી થરૂર જેવું અંગ્રેજી શીખવાડવાનો દાવો કરે છે.

  • શશી થરૂર જેવુ અંગ્રેજી શીખવાડવાનો દાવો
  • કોંગ્રેસ સાંસદે કહ્યું હું કેસ કરીશ
  • ટ્વિટ કરીને ઍપ વિશે કરી સ્પષ્ટતા

અનોખુ અંગ્રેજી 
શશી થરૂર એવું અંગ્રેજી બોલે છે કે કેટલાક શબ્દો તો તમે પહેલી વાર જ સાંભળ્યા હોય છે. એક મોબાઇલ ઍપ દાવો કરે છે કે તે શશી થરૂર જેવુ અંગ્રેજી શીખવાડશે. આ વાતને લઇને કોંગ્રસ સાંસદે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વાત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

કોંગ્રેસ સાસંદ શશી થરૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મંગળવારે એક સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. તેમાં દેખાઇ રહ્યું છે કે બ્લેક બોર્ડ રેડિયો નામની એક ઍપ એવો દાવો કરે છે કે તે શશી થરૂર જેવુ અંગ્રેજી શખવાડશે અને તેમાં શશી થરૂરની તસવીર પણ લાગેલી છે. 

 

 

આ વાતને લઇને શશી થરૂરે લખ્યું કે, આ કેટલાક બેખબર વિદ્યાર્થીઓ દ્વારા મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે જેમને આ ઍપ દ્વારા ખોટા રસ્તે લઇ જવામાં આવી રહ્યાં છે. હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે આ ઍપ સાથે મારે કોઇ લેવા દેવા નથી. મારા દ્વારા કોઇ પણ રીતે આ ઍપને સમર્થન નથી. હું કોમર્શિયલ વપરાશ માટે મારુ નામ અને ઇમેજના દુરઉપયોગને રોકવા માટે કાયદાકીય કાર્યવાહી કરીશ. 

પેટ્રોલના વધતા ભાવ પર સાધ્યુ હતુ નિશાન

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે યોગ ગુરુના માધ્યમથી સરકાર પર નિશાન સાધ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટ પર થરુરે એક તસવીર શેર કરી લખ્યુ ‘જો તમને બાબા રામદેવ પાસે યોગ શિક્ષા લીધી છે તો તમને પેટ્રોલની કિંમત 06 રુપિયા લીટર જોઈ શકશો છો

 

 

થરુરે લખ્યું કે, આકાશને આંબવા લાગી છે તેલની કિંમતો. આપણી સમજની બહાર છે આ તેલનો ઝોલ’.ઉલ્લેખનીય છે કે 9 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરના દર પર વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પેટ્રોલ- ડીઝલના રિટેલ ભાવ વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવ સાથે જોડાયેલા છે.  આનો મતલબ છે કે જો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ ઘટે તો ભારતમાં પેટ્રોલ- ડીઝલ સસ્તુ થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ