બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Terrible fire in Ahmedabad's Rajasthan Hospital: Fire department announced brigade call, Amit Shah got information about the tragedy

દુર્ઘટના / અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભયંકર આગ: ફાયર વિભાગે જાહેર કર્યો બ્રિગેડ કોલ, અમિત શાહે દુર્ઘટનાની મેળવી જાણકારી

Malay

Last Updated: 10:36 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી દુર્ઘટનાની જાણકારી મેળવી છે.

 

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ 
  • જયપ્રેમ સોસાયટીનાં 36 ઘર કરાવાયા ખાલી 
  • અમિત શાહએ દુર્ઘટનાની જાણકારી મેળવી
  • દર્દીઓના પરિજનોનો રાજસ્થાન હોસ્પિટલ પર આક્ષેપ 

અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલમાં વહેલી સવારથી આગ લાગી છે. હોસ્પિટલમાં દાખલ 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન લઈ જવાયા છે. માત્ર ICU અને દિવ્યાંગ દર્દીઓને રાજસ્થાન હોસ્પિટલના સેફ ભાગમાં રખાયા છે.  આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે હાજર છે, ફાયરની ટીમ ઓગ ઓલવવાની કામગીરી કરી છે. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. જ્યારે ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને દુર્ઘટનાની જાણકારી મેળવી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાની જાણકારી મેળવી
રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે અમિત શાહે ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેઓ લખ્યું છે કે, 'અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ધટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જી સાથે વાત કરી અને દુર્ધટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.'

MLA કૌશિક જૈને ઘટના સ્થળની લીધી મુલાકાત 
આ મામલે ધારાસભ્ય કૌશિક જૈનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી છે. દેશના ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને તંત્રને કામગીરી કરવા કહ્યું છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. દર્દીને કોઈ તકલીફ ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. અમે નજીકની હોસ્પિટલોને સૂચનાઓ આપી છે

જયપ્રેમ સોસાયટીનાં 36 ઘર કરાવાયા ખાલી 
રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગ્યા બાદ નજીકની સોસાયટી ખાલી કરાવાઈ છે. હોસ્પિટલની નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના 36 ઘર ખાલી કરાવાયા છે.  હોસ્પિટલની દિવાલને અડીને આવેલા ફ્લેટ ખાલી કરાવાયા છે. 

બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ