બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / telangana poddapalli man died on rakshabandhan younger sisters tied rakhi to their dead brother

VIDEO / હે વિધાતા તારા લેખ.! બહેને પોક મૂકી મૃતક ભાઈને બાંધી રાખડી, રક્ષાબંધનના દિવસે જ થયું હાર્ટ એટેકથી મોત, વીડિયો રડાવી મૂકશે

Mahadev Dave

Last Updated: 09:49 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના દિવસે એકબાજુ બહેન રાખડી બાંધવા આવીને ભાઈને હાર્ટએટેક આવતા બહેને મૃતક ભાઈના હાથમાં રાખડી બાંધતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

  • રક્ષાબંધનના તહેવારની ધામધૂમપૂર્વક
  • તેલંગાણામાં રક્ષાબંધન પર એક દુઃખદ વીડિયો
  • મૃતક ભાઈને બહેને ભારે હૈયે બાંધી રાખડી

દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આ દરમિયાન તેલંગાણામાં રક્ષાબંધન પર એક દુઃખદ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધોમ વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના પોડાપલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લાડકવાઈ બહેન ભાઈને રાખડી બાંધવા માટે ગઇ હતી. આ વેળાએ જ બહેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.  રક્ષાબંધન દિવસે જ ભાઈનું હાર્ટએટેકને પગલે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેને લઈને પરિવારજનોમાં રોકકળાટમાં દ્રશ્યો સર્જાયા હતા.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે...
આ દરમિયાન દુઃખના સાગરમાં ડૂબેલી નાની બહેને ભારે હૈયે મૃતક ભાઈના હાથમાં રાખડી બાંધી તેમને વિદાય આપી હતી. આ હૈયુ હચમચાવી નાખે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મૃતકની ઓળખ ચૌધરી કનકૈયા તરીકે થઈ રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વાયરલ વીડિયોમાં રડતી બહેન મૃત ભાઈને રાખડી બાંધતી દેખાઈ છે. મૃતકની નાની બહેન ગૌરમ્મા પુત્તેડુને લોકો સમજાવતા દેખાઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Telangana dead brother rakhi viral video મૃતક ભાઈને રાખડી રક્ષાબંધન હાર્ટ એટેકથી મોત Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ