બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / tears coming out of hanuman ji statue in kanpur

UP / VIDEO: બજરંગબલીની મૂર્તિમાંથી નીકળી રહ્યા છે આસું, SP તપાસ કરવા પહોંચ્યા, ભક્તોનો જમાવડો

Bijal Vyas

Last Updated: 08:28 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાનજીની આંખોમાંથી આંસુ નીકળવાના સમાચાર ફેલાતા જ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો, જાણો શુ છે મામલો?

  • બજરંગબલીની મૂર્તિની આંખોમાંથી આંસુ નીકળતા જોવા મળ્યા
  • વાયરલ થયેલો વીડિયો ચકેરી વિસ્તારના કોયલા નગર વિસ્તારમાં સ્થિત બજરંગબલી મંદિરનો છે
  • ભ્રામક વીડિયો અથવા ફોટો વાયરલ કરનારાઓ પર પણ પોલીસ બાજ નજર

હનુમાનજીના જન્મોત્સવ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. બુધવારે સવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જેમાં મંદિરની અંદર સ્થાપિત બજરંગબલીની મૂર્તિની આંખોમાંથી આંસુ નીકળતા જોવા મળી રહ્યાં છે.

હનુમાનજીની આંખોમાંથી આંસુ નીકળવાના સમાચાર ફેલાતા જ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વાયરલ થયેલો વીડિયો ચકેરી વિસ્તારના કોયલા નગર વિસ્તારમાં સ્થિત બજરંગબલી મંદિરનો છે.

જણાવી દઈએ કે હનુમાનજીનો જન્મોત્સવ 6 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ પહેલા આ ઘટના અને વીડિયો વાયરલ થતા મંદિરમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી હતી. વીડિયોની નોંધ લેતા ચકેરી વિસ્તારના મદદનીશ પોલીસ કમિશનર અમરનાથ યાદવ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વીડિયોમાં કરવામાં આવેલ દાવાની પૃષ્ટિ હજી નથી થઇઃ એસીપી
તેણે મંદિરની અંદર જઈને હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને નિરીક્ષણ કર્યું. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે વાયરલ વીડિયોમાં દાવા પ્રમાણે કંઈ મળ્યું નથી. આ મામલે ACPએ કહ્યું કે તેમણે સ્થળ પર હનુમાનજીના દર્શન કર્યા. તપાસમાં વીડિયોમાં કરાયેલા દાવાની પુષ્ટિ થઈ નથી.

વીડિયો ક્યાંથી સર્ક્યુલેટ થયો તેની થઇ રહી છે તપાસ 
આ મામલે વધુમાં ACPએ કહ્યું કે, બજરંગબલી પોતે મુશ્કેલી નિવારક છે. હવે તપાસ કરવામાં આવશે કે અફવા ફેલાવવા માટે વીડિયો કોણે વાયરલ કર્યો હતો. તેમજ તે કયા હેતુથી બનાવવામાં આવ્યો હતો અને વિડિયો ક્યાંથી એડિટ કરવામાં આવ્યો હતો. આ સિવાય જ્યાંથી વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે, બિહાર અને બંગાળમાં રામનવમીના અવસર પર હિંસાની ઘટનાઓને જોતા ઉત્તર પ્રદેશમાં પોલીસ સુરક્ષાની અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરોમાં ભારે ભીડ હશે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારના ભ્રામક વીડિયો અથવા ફોટો વાયરલ કરનારાઓ પર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે.

Disclaimer: ઉત્તરપ્રદેશના કાનપૂરમાં ચકેરી વિસ્તારના આવેલા બજરંગબલીના મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો, અહીં દાદાની મૂર્તિમાંથી આસું ટપકી પડયા, હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, આ વાયરલ વીડિયો કોઈ અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતો નથી ફક્ત ન્યૂઝના હેતુથી અપલોડ કરવામાં આવ્યો છે. VTV ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ