બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Team India's wicket keeper batsman Ishan Kishan has made his Test debut Yashaswi Jaiswal in the Dominica Test

VIDEO / 'વિરાટભાઈ થોડું આમ સીધું બસ...' સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ ઈશાન કિશનની હરકતો, વીડિયો થઈ ગયો વાયરલ

Pravin Joshi

Last Updated: 07:44 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. તેણે ડોમિનિકા ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે તેનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઈશાનને વિકેટકીપર કેએસ ભરતની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો .

  • ભારતીય ક્રિકેટ ટીમ  હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે 
  • પ્રથમ ટેસ્ટમાં જયસ્વાલની સાથે ઈશાન કિશને ડેબ્યુ કર્યું 
  • ઈશાનને કેએસ ભરતની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો 

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્ક મેદાન પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલની સાથે ઈશાન કિશને પણ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ઈશાનને વિકેટકીપર કેએસ ભરતની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને વિકેટ પાછળ પણ સારો દિવસ રહ્યો હતો. મેચના પહેલા દિવસે ઈશાને બે કેચ ઝડપ્યા હતા. આ સિવાય તે સતત બધા સાથે વાત કરતો પણ જોવા મળ્યો. હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ એક સંપૂર્ણ વીડિયો કમ્પાઈલ કર્યો છે, જેમાં ઈશાન અલગ-અલગ ખેલાડીઓ સાથે અલગ-અલગ વાતો કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે વિરાટ કોહલીને સૂચનાઓ આપી હતી તો બીજી તરફ આર અશ્વિનની બોલિંગ પર સતત કોમેન્ટરી કરતો રહ્યો.

'વિરાટ ભાઈ થોડો સીધા'...

એકવાર જ્યારે વિરાટ કોહલી સ્લિપમાં ઉભો હતો ત્યારે ઈશાને તેને કહ્યું, 'વિરાટ ભાઈ થોડો સીધા'... બીજી તરફ અશ્વિનના એક બોલ પર ઈશાને કહ્યું, 'તને ભાઈ કઈ જગ્યા મળી?' ઈશાન કિશને ભારત માટે ODI અને T20 ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ કર્યું છે, પરંતુ તેને પ્રથમ વખત ટેસ્ટ કેપ પહેરવાની તક મળી છે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 150 રનમાં આઉટ કરી દીધું 

ઋષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે પોતાના પ્રદર્શનથી વધારે પ્રભાવિત કરી શક્યો ન હતો અને તેના કારણે ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. મેચની વાત કરીએ તો ડોમિનિકા ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 150 રનમાં આઉટ કરી દીધું હતું અને દિવસની રમતના અંતે વિના નુકશાન 80 રન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ