બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Taliban punishment for the accused who attacked a student in Patan

તાલિબાની સજા / પાટણમાં વિદ્યાર્થીનીની છેડતી કરીને માર્યા છરીના ઘા, ગામલોકોએ નરાધમને ઝાડ પર ઊંધો લટકાવીને માર્યો

Vishnu

Last Updated: 11:54 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર શાળાએ જતી વખતે રસ્તામાં ઠાકોર જીવણજી ઉર્ફે (જેટાજી)એ બીભત્સ માંગણી કરી હતી. સામેથી પ્રતિકાર કરતાં હેવાને છરીથી જીવલેણ હુમલો કર્યો હતો

  • પાટણમાં વિદ્યાર્થિની પર હુમલાનો મામલો
  • રોષે ભરાયેલા ગ્રામજનોએ માર્યો માર
  • આરોપીને ઝાડ સાથે ઊંધો લટકાવ્યો

પાટણના સરસ્વતી તાલુકાના વહાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન વિદ્યાર્થિની પર ગામના જ શખ્સે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ વિદ્યાર્થીની સાથે બીભત્સ માંગણી કરી હતી જેનો વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. 

આરોપી યુવકને તાલિબાની સજા અપાઈ
આ જીવલેણ હુમલામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતા ધારપુર મેડિકલ કોલેજ ખસેડાઈ હતી.  આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હોવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આરોપી ઠાકોર જીવણને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી. આરોપીને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. તેમજ આરોપીને કાદવ કીચડમાં નીચે પછાડ્યો હતો. 

પોલીસે તપાસ શરૂ કરી
તો કાયદો હાથમાં લેતા પાટણ પોલીસ પણ હરકતમાં આવી છે અને કાયદો હાથમાં લેનાર સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. સમગ્ર ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો એ ખુદ ભોગ બનનાર દિકરી પોતાની આપવીતી પણ સામાજીક આગેવાનના મોબાઈલમાં જણાવી રહી છે. એક તરફ  વિદ્યાર્થિની સાથે જે થયું તેની લોકો નિદા કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ સમગ્ર કેસની ઊંડે સુધી તપાસ કરવામાં જોતરાઈ છે. આરોપી યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે બંનેના નિવેદન લઈ આગળની કાર્યવહાઈ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ