બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah controversy shailesh lodha asit modi

TMKOC / તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો વિવાદ ચરમસીમાએ: શૈલેષ પર અસિતે કર્યો પલટવાર, કહ્યું લોકો 15-15 વર્ષથી અહીંયા...

Manisha Jogi

Last Updated: 03:19 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૈલેષ લોઢાએ પૈસા પરત ન કરવાના આરોપસર પ્રોડક્શન કંપની સામે નેશનલ કંપન લૉ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો છે. આ બાબતે અસિત મોદીએ પ્રતિક્રિયા આપી છે.

  • પ્રોડ્યૂસર અસિત મોદી સાથેનો વિવાદ વધ્યો.
  • છેલ્લા 15 વર્ષથી અનેક લોકો આ શોમાં કામ કરી રહ્યા છે.
  • ‘મને થોડા સમય પહેલા એક નોટીસ મળી હતી’

શૈલેષ લોઢાએ એક વર્ષથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો છે, ત્યારથી પ્રોડ્યૂસર અસિત મોદી સાથેનો વિવાદ વધી ગયો છે. આ એભિનેતાએ પૈસા પરત ન કરવાના આરોપસર પ્રોડક્શન કંપની સામે નેશનલ કંપન લૉ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો છે. આ બાબતે અસિત મોદીએ પ્રતિક્રિયા આપી છે કે, ‘મને થોડા સમય પહેલા એક નોટીસ મળી હતી અને હું તેનું કારણ સમજી શક્યો નહોતો. મેં તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી.’

શૈલેષ સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, પરંતુ તે કો-ઓપરેટ કરવા તૈયાર નથી
અસિત મોદી જણાવે છે કે, ‘મેં શૈલેષ લોઢાને ઈમેઈલ અને ટેક્સ્ટ મેસેજ કરીને ચૂકવણી માટે બોલાવ્યા હતા. કોન્ટેક્ટ કરવાની પણ કોશિશ કરી હતી. પૈસા લેવા માટે ફોર્મેલિટી પૂરી કરવાની હતી, દરેક જગ્યાએ આ પ્રકારે જ થાય છે. તેઓ આ ફોર્મેલિટી પૂર્ણ કરવા માટે તૈયાર નથી. પ્રોડક્શન કંપનીને આશા હતી કે, તેઓ શોમાં પરત આવશે, પરંતુ આતેઓ ના આવતા સપ્ટેમ્બર 2022માં તેમની જગ્યાએ સચીન શ્રોફને કાસ્ટ કરવામા આવ્યા છે.’ 

તેમના હિસાબથી શો શૂટ નહીં કરી શકાય 
અસિત મોદી જણાવે છે કે, ‘આટલા સમયથી સાથે કામ કરો તો નાના મોટા ઝઘડા થવા તે સામાન્ય બાબત છે. પરિવારમાં પણ ઝઘડા થાય છે. તેઓ બહાર જઈને કામ કરવા માંગતા હતા અને કવિ સંમેલનમાં શામેલ થવા માંગતા હતા. તેમના હિસાબથી શૂટ કરવું શક્ય નહોતું. એપ્રિલ 2022માં સામાન્ય ઝઘડો થયો હતો, ત્યાર પછી તેઓ કામ પર આવ્યા જ નથી.’ 

દોહા અને કવિતાથી મારા પર નિશાન સાધવું યોગ્ય નથી
અસિત મોદી જણાવે છે કે, ‘શૈલષજીનું આત્મસમ્માન છે, તો અમારું પણ આત્મસમ્માન છે. દોહા અને કવિતાથી મારા પર નિશાન સાધવું તે તેમને શોભતું નથી. તેમનું આ પ્રકારનું વર્તન મને બિલ્કુલ પણ પસંદ નથી, અમારી વચ્ચે સારો સંબંધ છે. મેં તેમને ક્યારેય પણ ખરાબ શબ્દો કહ્યા નથી. હંમેશા તેમનું સમ્માન કર્યું છે.’

ઈમેઈલ ટેક્સ્ટ અને મેસેજનો રેકોર્ડ
અસિત મોદી જણાવે છે કે, ‘શૈલષજીએ આવીને પૈસા લઈ લેવા જોઈએ, પરંતુ તે કોઈપણ ડોકયુમેન્ટ પર સાઈન કરવા માંગતા નહોતા અને ફોર્મેલિટી પણ પૂરી કરવા માંગતા નહોતા. જો કોઈ સમસ્યા થાય તો તેઓ મારી સાથે શેર કરી શકતા હતા. તેમણે કેસ જ ફાઈલ કરી દીધો. અમારી પાસે તેમને મોકલેલ ઈમેઈલ, ટેક્સ્ટ અને મેસેજનો રેકોર્ડ છે. છેલ્લા 15 વર્ષથી અનેક લોકો આ શોમાં કામ કરી રહ્યા છે, શું તેમને સમયસર પેમેન્ટ નથી મળ્યું? જ્યાં સુધી તમે આ શો નો ભાગ છો, ત્યાં સુધી બધુ સારું અને શો છોડ્યા પછી બધુ ખરાબ છે- તે વાત અજીબ કહેવાય.’

 ‘મેં અસિત મોદીને કાસ્ટ કરવા માટે સંપર્ક કર્યો નહોતો’- શૈલૈષ લોઢા
શૈલેષ લોઢા જણાવે છે કે, ‘તેઓ આ બાબતે કોઈ વાત કરવા માંગતા નથી, આ મામલો સંપૂર્ણપણે કોર્ટમાં પહોંચી ગયો છે. હું એટલું જ કહેવા માંગુ છુ કે, તારક મહેતા મારો પહેલો શો નથી અને મેં અસિત મોદીને કાસ્ટ કરવા માટે સંપર્ક કર્યો નહોતો. વર્ષ 1981થી હું એક પ્રોફેશનલ કવિ છું. આ પહેલા ‘વાહ વાહ ક્યા બાત હૈ’ અને ‘કોમેડી સર્કસ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે’ હું તમામ દાવાનો જવાબ આપીશ અને યોગ્ય સમય આવશે ત્યારે તમામ બાબતો વિશે જાણકારી પણ આપીશ.

શૈલૈષ લોઢાએ કવિ કૃષ્ણા બિહારી નૂર જીનો દોહો યાદ કર્યો
 ‘सच जरा सा घटे या बढ़े तो सच न रहे,
झूठ की कोई इंतेहा ही नहीं
और सोने के फ्रेम में माध दीजिए चाहे
आईना झूठ बोलता ही नहीं।’

શૈલૈષ લોઢાએ લખેલ કવિતા
उससे झूठ को अशर्फियों से डराने की आदत है
भूल जाती है वो मेरे पास सच की ताकत है।’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ