બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / System crackdown in Ahmedabad: Jai Bhawani Vadapaun, Karnavati Dabeli including 11 units killed locks

SHORT & SIMPLE / અમદાવાદમાં તંત્રનો સપાટો: જય ભવાની વડાપાઉં, કર્ણાવતી દાબેલી સહિત 11 એકમોને મારી દેવાયા તાળાં

Last Updated: 11:45 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર-પશ્ચિમ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા પાન પાર્લરો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપનો ઉપયોગ કરતા ઈસમો તેમજ એકમો સામે કાર્યવાહિ હાથ ધરી હતી. જેમાં કુલ 68 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 48 એકમોને નોટીસ જારી કરાઈ છે. જ્યારે 11 યુનિટ સીલ કરાયા છે.

  • AMC નાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યવાહિ
  • જાહેરમાં ગંદકી કરનાર તેમજ ડસ્ટબીન ન રાખતા પાન પાર્લરો કરાયા સીલ 
  • AMC ની કાર્યવાહિથી પ્રતિબંધિત પ્લાસ્કિટનો ઉપયોગ, તેમજ વેચાણ કરતા એકમોમાં ફફડાટ

ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ઉલ્લંઘન કરવાના મામલે બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુરના સરદાર સેન્ટરના જય ભવાની વડાપાઉં અને કર્ણાવતી દાબેલીને તાળાં મરાયાં હતાં. તંત્રએ બોડકદેવના સરદાર સેન્ટરના પાનવિલા પાન પાર્લર, ભોલે પાન પાર્લર, મોબાઇલ એસેસરીઝ સ્ટુડિયોને પણ સીલ કર્યાં હતાં. બોડકદેવના વી ટોકને પણ તાળું મરાયું હતું તેમજ થલતેજના ક્રિષ્ના ગ્રાફિક્સ, રાગેશ્વરી કપડાંની દુકાન, એલ. જે. ટાયર સર્વિસ, જે. કે. પાન પાર્લર, એમ. કે. પાન પાર્લરને પણ સત્તાવાળાઓએ સીલ કરતાં જાહેરમાં ગંદકી કરતા, ડસ્ટબિન ન રાખતા કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

AMC Banned Plastics Dandaya Pan Parlors એએમસી પ્રતિબંધિત પ્લાસ્ટિક SHORT AND SIMPLE
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ