બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sweat Excessively then it can be a symptom of this disease

આરોગ્ય / જો તમને પણ થાય છે વધારે માત્રામાં પરસેવો, તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર બીમારીના લક્ષણ

Arohi

Last Updated: 09:47 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: વધારે પરસેવો આવવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ એક પ્રકારની બીમારીના લક્ષણ હોઈ શકે છે જેને હાઈપરહાઈડ્રોસિસ કહેવાય છે. આવો જાણીએ તેના વિશે...

  • તમને પણ આવે છે વધારે પરસેવો? 
  • હોઈ શકે છે આ બીમારીના લક્ષણ 
  • જરૂર કરતા વધારે પરસેવો થવો ખતરનાક

જો તમને કોઈ કારણ વગર અચાનક વધારે પરસેવો આવવા લાગે તો તેને નજરઅંદાજ ન કરો. વધારે પરસેવો આવવો ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. હાઈપરહાઈડ્રોસિસ એક એવી બીમારી છે જેમાં શરીરથી સામાન્ય સ્તરથી વધારે પ્રમાણમાં પરસેવો નિકળે છે. 

આ સામાન્ય રીતે હાથ, પગ અક્સિલા અને ચહેરા જેવા ક્ષેત્રોમાં દેખાય છે. હાઈપરહાઈડ્રોસિસમાં તમારા શરીરની પરસેવાની ગ્રંથિઓ ઓવરએક્ટિવ થઈ જાય છે. જેના કારણે તમને કારણ વગર વધારે પરસેવો આવવા લાગે છે. 

હાઈપરહાઈડ્રોસિસ શું હોય છે? 
ન્યુરોલોજીકલ કારણો

સંશોધનમાં જાણવા મળ્યું કે હાઈપરહાઈડ્રોસિસમાં પરસેવાની ગ્રંથીઓ અને તંત્રિકા તંત્રની વચ્ચે સંચારમાં સમસ્યા થાય છે જેનાથી વધારે પરસેવો નિકળે છે. 

હોર્મોન સંબંધી કારણ 
થાયરોઈડ, પિટ્યૂટરી ગ્રંથી વગેરેથી સંબંધિત અમુક હોર્મોન પણ હાઈપરહાઈડ્રોસિસનું કારણ બની શકે છે. 

આનુવંશિક કારણ 
જો માતા પિતામાં કોઈ પણ એકને આ બીમારી છે તો બાળકને હોવાની સંભાવના રહે છે. 

અન્ય કારણ 
સ્ટ્રેસ, એલર્જી, અમુક દવાઓ વગેરે પણ હાઈપરહાઈડ્રોસિસના કારણે થઈ શકે છે. 

હાઈપરહાઈડ્રોસિસના લક્ષણ શું હોય છે 

  • હાથ, પગ, માથા અને ચહેરા જેવા ક્ષેત્રોથી વધારે પ્રમાણમાં પરસેવો નિકળવો. 
  • આ અંગો સતત ભીના અને ચિપચિપા રહેવા. 
  • હલ્કાથી મધ્યમ શારીરિક પ્રયત્નો પર પણ વધારે પરસેવો આવવો. 
  • રાત્રે સુતી વખતે પરસેવો આવવો. 
  • કપડા પર પરસેવાના કારણે દાગ અને ગંદકીના નિશાન. 
  • શારીરિક અને માનસિક સ્ટ્રેસની સ્થિતિમાં પરસેવો ઝડપથી આવવો. 

જાણો તેની સારવાર 
હાઈપરહાઈડ્રોસિસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરના અમુક ભાગમાં વધારે પરસેવાનો સ્ત્રાવ થાય છે. આ બીમારીની કોઈ સારવાર નથી. પરંતુ લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફાર અને દવાઓ લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. 

  • વજન નિયંત્રિત રાખવુ અને એક્સરસાઈઝ કરવી જરૂરી. 
  • કેફીન અને આલ્કોહોલથી દૂર રહેવું. 
  • એન્ટીપર્સપિરેંટ લોશન અને એલ્યુમિનિયમ ક્લોરાઈડ દવાઓ લક્ષણોને ઓછી કરી શકે છે. 
  • બોટોક્સ ઈન્જેક્શંસ પણ પ્રભાવી થઈ શકે છે. 
  • સ્ટ્રેસ અને ચિંતાથી બચાવ કરવો જરૂરી
  • પૌષ્ટિક ભોજનની વસ્તુઓને પોતાની ડાયેટમાં શામેલ કરો જે વિટામિન્સથી ભરપૂર હોય. 
  • સૌથી બેસ્ટ રીત છે ખૂબ જ પાણી પીવો. તેનાથી પરસેવાની દુર્ગંધથી બચી શકાય છે. 
  • કોટનના કપડા પહેરો જેથી તમને વધારે ગરમી ન લાગે. 
  • લીંબુ પાણી પીવો. જો લીંબુ પાણીથી મુશ્કેલીઓ થઈ રહી છે તો વધારે ગ્રીન ટી પીવો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ