બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કેવું હશે આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ
આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ એક આગની વીંટીની જેમ નજર આવશે. વૈજ્ઞાનિકોએ તેને ' રિંગ ઓફ ફાયર ' નું નામ આપ્યું છે. આ ગ્રહણમાં માત્ર સુરજનો મધ્ય ભાગ જ શેડ ઝોનમાં આવે છે જ્યારે સૂર્યની બહારનો ક્ષેત્ર પ્રકાશિત રહે છે.
આ વર્ષના ત્રીજા સૂર્ય ગ્રહણને વૈજ્ઞાનિકોએ વલયાકાર ગ્રહણ બતાવ્યું છે. વલયાકાર ગ્રહણમાં સૂર્ય પર સંપૂર્ણપણે ગ્રહણ લાગતું નથી.
ADVERTISEMENT

ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ
2019નું અંતિમ સૂર્યગ્રહણ ભારત, સાઉદી અરબ, કતર, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, સુમાત્રા, મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને ગુઆમમાં જોવા મળશે. આ સિવાય એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અન્ય ભાગમાં આંશિક ગ્રહણ જોવા મળશે.
ADVERTISEMENT

ભારતમાં સૂર્યગ્રહણ નો સમય
આ વર્ષનું અંતિમ ગ્રહણ સૂતક કાળ 25 ડિસેમ્બરની સાંજે 5 વાગે અને 32 મીનિટે શરૂ થશે. સૂતક લાગ્યા પછી કોઇપણ પ્રકારનું શુભકાર્ય કરી શકાશે નહીં. સૂતક લાગ્યા બાદ મંદિરોના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે.
ADVERTISEMENT
સૂતક દરમિયાન કોઇપણ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતાં નથી. સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરની સાંજે 07 વાગ્યાને 53 મીનિટથી શરૂ થઇને રાતે 1 વાગ્યાને 35 મીનિટ સુધી ચાલશે.
સૂર્યગ્રહણના સમયે રાખો આ વાતનું ખાસ ધ્યાન
એવુ માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના સમયે સૂર્યમાંથી કેટલીક હાનિકારક કિરણો નીકળે છે. સૂર્યગ્રહણના સમયે કોઇપણ ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.