બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat police arrested the absconding murder accused for last 23 years

સ્પેશિયલ ઓપરેશન / સુરત PCBના જવાનાએ સાધુવેશ ધારણ કરી 23 વર્ષેથી નાસ્તા ફરતા આરોપીને મથુરાથી પકડ્યો, પ્રેમ સંબંધમાં વટાવી હતી હદ

Dinesh

Last Updated: 11:54 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસે છેલ્લા 23 વર્ષથી ફરાર હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે, મથુરાના નંદગામ ખાતે આવેલ નદી કિનારે કુંજફૂટી આશ્રમમાં પોલીસે રેકી કરી આરોપીની પૃષ્ટિ કર્યા બાદ દબોચ્યા હતા

  • 2001માં થયેલી હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો
  • આરોપી યુપીના મથુરા ખાતે જઈ સાધુ વેશમાં છુપાયેલા હતાં
  • છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ 


સુરતના ઉધના વિસ્તારમાં વર્ષ 2001માં થયેલી હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 23 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા આરોપી યુપીના મથુરા ખાતે જઈ સાધુ વેશમાં છુપાયેલા હતાં. સુરત PCBના જવાનાએ સાધુવેશ ધારણ કરી 23 વર્ષેથી નાસ્તા ફરતા આરોપીને  મથુરાથી પકડ્યો છે. વર્ષ 2001માં આરોપી સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો અને બાજુમાં રહેતી મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો. જ્યાં મહિલાના ઘરે અવરજવર કરતા યુવકની ગળે ટૂંપો દઈ આરોપી અને તેના અન્ય બે સાગરીતોએ હત્યા કરી લાશને ખાડીના પાણીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જે હત્યા કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ કરવામાં પીસીબીની ટીમને સફળતા મળી છે.

23 વર્ષથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરાઈ
સુરત પીસીબીની ટીમે છેલ્લા 23 વર્ષથી ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના જણાવ્યાનુસાર, વર્ષ 2001માં ઉધના પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પદમ ઉર્ફે રાકેશ, ઉર્ફે પદમ ચરણ ગૌરવ, હરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડા ઉધના સ્થિત શાંતીનગર સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હતો. જ્યાં બાજુમાં રહેતી મહિલા જોડે તેને પ્રેમસંબંધ હતો. આ દરમ્યાન મહિલાના ઘરે વિજય સાંચીદાસ નામનો યુવક અવરજવર કરતો હતો. જેની સાથે આરોપી દ્વારા ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી ઉધના સ્થિત ખાડી કિનારે લઈ જઈ યુવકને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પર પડદો પાડવા આરોપીઓ દ્વારા બાદમાં લાશને સગેવગે કરવા ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. 

આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો ન હતા
ઘટના અંગે ઉધના પોલીસે આ મામલે આરોપી અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી હત્યાની આ ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસ તપાસ માટે તેના વતન પોહચતા આરોપી ત્યાંથી ભાગી અને યુપીના મથુરા ખાતે છુપાયો હતો. પોલીસ અવારનવાર તપાસ માટે જતી હતી, પરંતુ આરોપી મળી આવતો નહોતો. એટલું જ નહીં આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો ન હોવાથી તેની ધરપકડ કરવામાં પણ પોલીસને મુશ્કેલી પડી હતી. જ્યાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ 45 હજારનું ઇનામ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ. 

સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું
સુરત પીસીબીને માહિતી મળી હતી કે, હત્યાના ગુનાનો આ આરોપી પોતાની ધરપકડ ટાળવા યુપીના મથુરા ખાતે સાધુ વેશનો પલ્ટો ધારણ કરી એક આશ્રમમાં છુપાયો છે. જેથી સુરત પીસીબીના પીઆઇ આર.એસ.સુવેરાના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ જવાનોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. મથુરાના નંદગામ ખાતે આવેલ નદી કિનારે કુંજફૂટી આશ્રમમાં પોલીસ જવાનોએ રેકી કરી આરોપીની પૃષ્ટિ કર્યા બાદ પદમ ઉર્ફે રાકેશ પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડાને ઝડપી પાડ્યો હતો.જે આરોપી પોતાનું નામ બદલી અને સંપૂર્ણ સાધુ વેશમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ